Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભવનાથ તળેટીમાં સેવા આપવા આઈશ્રી ખોડીયાર રાસ મંડળની ટીમ રવાના

પરીક્રમામાં જીણાબાવાની મઢી અને બોરદેવી ખાતે અન્નક્ષેત્ર ધમધમશે : ચા-પાણીની પણ સેવા

રાજકોટ : શ્રી આઈ ખોડીયાર રાસ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની સ્થાપના ૧૯૬૧માં કરવામાં આવેલ. ગરવા ગીરનારની લીલી પરીક્રમામાં છેલ્લા ૫૭ વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા પરિક્રમાના પ્રથમ ત્રણ દિવસ જીણાબાવાની મઢી ખાતે તેમજ અંતિમ બે દિવસ બોરદેવી ખાતે અન્નક્ષેત્ર ચલાવે છે. પરિક્રમા દરમિયાન વ્હેલી સવારથી નાસ્તો, ચા, ગાઠીયા તેમજ મરચા આપવામાં આવે છે. તેમજ વ્હેલી સવારે નાસ્તાનો ટાઈમ ૫ થી ૯, હરિહરનો સમય ૧૧ થી ૩ વાગ્યા સુધી અને સાંજના પ્રસાદીનો સમય ૬ થી ૧૦ સુધીનો રાખેલ છે. પરિક્રમા દરમિયાન પાંચ દિવસ શ્રી આઈ ખોડીયાર રાસ મંડળનો ઉતારો ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. આ પરીક્રમા દરમિયાન ૩-૪ લાખની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવાનો લાભ લે છે. આ સમય દરમિયાન સતત ચા - પાણીની સેવા રહેશે.

મહા શિવરાત્રી દરમિયાન શ્રી આઈ ખોડીયાર રાસ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ પાંચ દિવસ પણ સેવાનો તથા ટ્રસ્ટીઓ તન, મન અને ધનથી સેવા કરે છે. દાતાઓના સહયોગથી કાચુ સિધુ જેમ કે ખીચડી, લોટ, તેલ, ઘી, ખાંડ, શાકભાજી, બેસન વગેરે આપવામાં આવે છે. આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ જાદવભાઈ મોહનભાઈ કાકડીયા તથા ૩૦૦ થી ૩૫૦ જેટલા ભાઈઓ તથા બહેનો સેવા આપી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:44 pm IST)