Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસુલવા રૈયા રોડ પર ૧ દુકાનની હરરાજીઃ ૭.પ૦ લાખ ઉપજયા

સદ્દગુરૂ કોમ્પલેક્ષની એક દુકાનનો કબ્જો એસ્ટેટનો સોપાયોઃ કાલે વિજય પ્લોટ, મનહર પ્લોટમાં ૧-૧ મીલ્કતની હરરાજીઃ સામાકાંઠે ૧ મિલ્કત સીલ તથા માર્કેટ યાર્ડમાં ર મિલ્કત જપ્તીની નોટીસઃ આજે પ લાખની વસુલાત

રાજકોટ તા. ૭ :.. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા કડક ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વેય સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા રૈયા રોડ પર આવેલ સદ્ગુરૂ કોમ્પલેક્ષની  બે દુકાનો રૂ. ર.૬૯ લાખ વેરો વસુલવા મિલ્કત હરરાજી કરવામાં આવી હતી. જેમાં દુકાન નં. ૪ ની હરરાજીમાં કોઇ લેવાલ ન મળતા એસ્ટેટ શાખાને કબ્જો સોંપવામાં આવ્યો છે.

જયારે સદ્ગુરૂ કોમ્પલેક્ષની દુકાન નં. ૬ ની હરરાજી કરવામાં આવતાં. રૂ. ૭.રપ લાખની અપસેટ કિંમત સામે રૂ. ૭.પ૦ લાખ ઉપજયા છે. આ હરરજીમાં ૬ લોકો એ ભાગ લીધો હતો. આવતીકાલે જાની બિલ્ડીંગ મનહર પ્લોટ તથા વિજય પ્લોટમાં ચાવડા નિવાસની મિલ્કતનો  બાકી વેરો વસુલવા હરરાજી કરવામાં આવેલ છે. સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા આજે ૩.૬૦ લાખની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસરશ્રી આરતીબેન નિંબાર્ક, ફાલ્ગુનીબેન કલ્યાણી ટેકસ ઇન્સપેકટરશ્રી કમલેશભાઇ ઠાકર, ભરતભાઇ પીઠડીયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા બાકી મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત તથા વોર્ડ નં. ૪,પ,૬ની ટીમ દ્વારા મારૂતિ નંદન કોમ્પ.ની મિલ્કત વસુલવા સીલ કરેલ છે. જયારે દુકાન નં. એફ-ર માર્કેટીંગ યાર્ડનો બાકી વેરા રૂ. પ૦૮૩૪/- માટે તથા દુકાન નં. એફ-૧ર માર્કેટીંગ યાર્ડ-બાકી વેરા રૂ. પ૬૩૯૧ વસુલવા તાકીદ કરેલ છે.

આ કામગીરી આસિ. કમિશનર વાસંતીબેન પ્રજાપતી , આસી મેનેજર (પૂર્વ ઝોન્) એમ.ડી. ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રીઓની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર કુંદન પંડયા, બકુલ ભટ્ટ, હસમુખ કાપડીયા, ભરત રાઠોડ તથા વિ. દ્વારા કરવામાં આવેલ છે.

(3:43 pm IST)