Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભાદર કેનાલ યોજનાના વર્ષોથી ચાલતા વિવાદી કેસમાં સરકાર તરફે ચુકાદો

રાજકોટ તા.૭: સને-૧૯૮૯ થી ચાલતા ભાદર સિંચાઇ યોજનાના વિવાદમાં સરકારશ્રીની તરફેણમાં સિવીલ કોર્ટ હુકમ ફરમાવેલ હતો.

સરકારશ્રી દ્વારા દાખલ કરેલ દાવાની હકીકત એવી છે કે, સને-૧૯૮૨-૮૩માં ભાદર સિંચાઇ યોજનાના કેનાલના આધુનીકરણના કામની જાહેર નિવીદા કરી ટેન્ડર મંગાવવામાં આવેલ હતા જેમાં મેસર્સ પટેલ એન્ડ કંપનીનું ટેન્ડર મંજુર થયેલ ત્યારબાદ આ કંપનીએ ટેન્ડર મુજબનું કામ પુર્ણ કરી તેનુ ફાઇનલ બીલ સ્વીકાર્યા બાદ કંપની દ્વારા છ આઇટમથી સરકારશ્રી પાસેથી વધુ નાણા મળવાનો કલેઇમ કરવામાં આવેલ અને સાથે બંને પક્ષકારો વચ્ચે કોઇ વિવાદ ઉત્પન્ન થાય તો તેવા સંજોગોમાં આ તકરાર આરબીટ્રેટર પાસે લઇ જઇ અને તેનો નિકાલ થાય તે સમય સુધીના કલેઇમ ઉપર ૨૧ ટકા વ્યાજ મેળવવા હકકદાર રહેશે તેવી કંપની દ્વારા માંગણી કરવામાં આવેલ પરંતુ સરકારશ્રીના અધિક્ષક ઇજનેર દ્વારા કંપનીનો આ કલેઇમ લવાદને પાત્ર નથી તેવુ જણાવવામાં આવેલ આમછતાં પ્રતિવાદી કંપનીની વિનંતીને ધ્યાને આરબીટ્રેટર્સની પેનલની યાદી પ્રતિવાદી કંપનીને આપવામાં આવેલ હતી. પ્રતિવાદી કંપની દ્વારા આ યાદીમાંથી એમ.એચ.વખારીયા નિવૃત મુખ્ય ઇજનેરને આરબીટ્રેટર તરીકે નિમણુંક આપવા જણાવેલ અને ત્યારબાદ આરબીટ્રેટર સમક્ષની કાર્યવાહી દરમ્યાન સરકારશ્રીના પ્રતિનિધિને યોગ્ય રજુઆતની તક નહી આપીને આરબીટ્રેટર દ્વારા પ્રતિવાદી કંપનીની તરફેણમાં મનસ્વી રીતે હુકમ આપેલ હતો.

સરકારશ્રી દ્વારા કાર્યપાલક ઇજનેર રાજકોટ સિંચાઇ વિભાગ મચ્છુ-૧ દ્વારા રાજકોટની સીવીલ કોર્ટમાં અરજી દાખલ કરી આરબીટ્રેટરની નિમણુંકનો હુકમ રીવોક કરવા અને આરબીટ્રેટરને એવોર્ડ જાહેર કરવાનુ કે સીવીલ કોર્ટ સમક્ષ અમદાવાદ કે રાજકોટ ખાતે ફાઇલ કરવાનો કોઇ અધિકાર નથી અને સાથે કાયમી મનાઇહુકમ મળવાની અરજી દાખલ કરવામાં આવેલ. જે વિવાદ રાજકોટની સિવીલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રી પ્રશાંત પટેલની રજુઆતો અને તેના દ્વારા રજુ થયેલ પુરાવાઓને ધ્યાને લઇને રાજકોટના પ્રિન્સીપલ સીનીયર સિવીલ જજ શ્રી એ.વાય.દવે સાહેબે સરકારશ્રીનો દાવો મંજુર કરેલ છે

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી.પ્રશાંત પટેલ રોકાયા હતા.

(3:42 pm IST)