Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

દુકાન ખાલી કરવા ખુનની ધમકી આપવા અંગેના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા

રાજકોટ તા.૭: રાજકોટના કાલાવાડ રોડ ખાતે આવેલ હરીહર સોસાયટીના રહીસ જમીન મકાન લે-વેચનો ધંધો કરતા મનહરભાઇ અમરસીભાઇ કોટેચાએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વનરાજ ઉર્ફે કાળુભાઇ કરણાભાઇ કાનગડ વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ ૫૦૬ (૨) તથા ૫૦૪ મુજબ ફરીયાદ નોંધાવેલ હતી. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને ૩ વર્ષની સજા ફટકારેલ છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી વનરાજ કાનગડ નાઓએ ફરીયાદી મનહરભાઇ કોટચાની ઓફીસ કે જે કરણસિંહજી રોડ ઉપર આવેલ છે તે દુકાન ખાલી કરાવવા ના ઇરાદે આરોપી તા.૮-૮-૧૯૯૭ના રોજ બપોરના સમયે ઘસી આવેલ અને ભૂંડાબોલી ગાળો આપી દુકાન ખાલી કરવાનુ કહેલ અને જો દુકાન ખાલી નહી કરવામાં આવેતો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.

ઉપરોકત બનાવ અનુસંધાને ટ્રાયલ ચાલી જતા ફરીયાદી તથા સાહેદોની જુબાનીને આધારે ફરીયાદ પક્ષે પોતાનો કેસનીઃશંકપણે પુરવાર કરેલ હોવાના તારણ ઉપર કોર્ટ આવેલ અને આરોપીને આઇ.પી.સી.ની કલમ ૫૦૪ અનુસંધાને બે વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૦૦૦ નો દંડ અને જો દંડ નભરેતો વધુ બે માસની સજા તેમજ આઇ.પી.સી.ની કલમ ૫૦૬ (૨) હેઠળ ૩ વર્ષની સજા અને રૂ.૩૦૦૦નો દંડ અને જો દંડ ન ભરેતો વધુ ૩ માસની સજાનો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામે સરકારે પક્ષે અતુલ પટેલ તેમજ મુળ ફરીયાદી વતી સંજય પંડિતએ રજુઆતો કરેલ હતી.

(3:42 pm IST)