Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

તલવાર વડે હુમલો કરવા અંગે પકડાયેલ આરોપીને ૩ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા.૭ : અત્રે ઋષિકેશ સોસાયટીમાં શેરીઓમાં છોકરાવ રમતા હોય અને ફટાકડી ફોડવા બાબતે ઠપકો આપવા અંગે ફરીયાદી કુસુમબેન ભરતભાઇના સાસુ સાથે માથાકુટ થતા તલવાર વડે હુમલો કરવા અંગે પકડાયેલ યુનિ.રોડ ઉપર આવેલ ઋષિકેશ સોસાયટીમાં રહેતા આરોપી અતુલ પોપટભાઇ રાવલ સામેનો કેસ ચાલી જતા જયુ.મેજી.શ્રી બી.આર.રાજપુત મેડમે આરોપીને ૩ વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે ફરિયાદીના સાસુ સાથે માથાકુટ થતા આરોપીને ઠપકો આપવા જતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી તલવાર વડે વાંસાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતુ.

આ કેસ ચાલી જતા જયુ.મેજી.શ્રી રાજપુત મેડમે સરકારી વકીલ અતુલભાઇ પટેલની રજુઆત તેમજ રજુ થયેલ પુરાવાને ધ્યાને લઇને આરોપી અતુલ પોપટ રાવલને આઇપીસી ૩ર૪ હેઠળ ૩ વર્ષની સજા અને ૩ વર્ષનો દંડ તથા કલમ પ૦૪ હેઠળ બે વર્ષની સજા અને બે વર્ષની સજા અને બે હજારનો દંડ ફટકાર્યો હતો. આ કામમાં સરકાર પક્ષે એપીપી અતુલભાઇ પટેલ રોકાયા હતા.

(3:42 pm IST)