Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વેપારીને આપેલ ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ થતા આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા.૭: અત્રેના વેપારીને આપેલ ચેક રીર્ટન થતાં વેપારીએ રાજકોટનાં રેખાબેન બી.મકવાણા વિરૂધ્ધ ચેક રીર્ટનની ફરીયાદ કરતા કોર્ટે આરોપીને હાજર થવા હુકમ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં મનોજ સ્ક્રેપ ટ્રેડર્સના ભાગીદાર તથા વહીવટકર્તા દરજજે યોગેશ બી.કારીયા, રહે.ઠે. વેલ્ડર શેરી, અટીકા (સાઉથ), ઢેબર રોડ, રાજકોટની પાસેથી રેખાબેન બી. મકવાણા પ્રોપરાઇટર, રહે.ઠે. તીરૂપતિ ટેક ફેબ (ઇન્ડિયા), પ્લોટ નં.બી/૮૧૫, કિસાન ગેઇટ, મેટોડા જી.આઇ.ડી.સી.મેટોડા કે જેઓએ થીયરીંગ મેન્યુફેકચરીંગ મશીન પાવર પ્રેસ મશીન મેન્યુફેકચરીંગ, હાઇડ્રોલીક પાવર પ્રેસ વિગેરેને મેન્યુફેકચરીંગને લગતો જરૂરીયાત મુજબનો માલ ખરીદ કરેલ અને બુકસ ઓફ એકાઉન્ટ મુજબ બાકી લેણી નીકળતી રકમ રૂ.૪,૬૦,૫૬૨ બાકી લેણા નીકળતા હતા.

આ અંગે આરોપી પેઢીએ ફરીયાદી જોગ ચેક લખી આપેલ અને પાસ થઇ જશે તેવો વિશ્વાસ, બાંહેધરી અને ખાત્રી આપેલ. આમ, વેપારીના વિશ્વાસે ચેક સ્વીકારેલ જે ચેક ફરીયાદીએ તેમની બેંકમાં રજુ કરતા ''એકિસડ એરેન્જમેન્ટ''ના શેરા સાથે પરત ફરેલ, જેથી આ અંગે કાયદા તથા નિયમ મુજબ ફરીયાદી યોગેશ બી.કારીયા તરફે એડવોકેટ શ્રી હિતેષભાઇ આર.મહેતા દ્વારા લીગલ ડીમાન્ડ નોટીસ આપવામાં આવેલ. છતા રકમ નહિ ચુકવતા કોર્ટમાં ફરિયાદ કરેલ હતી.

આ કામમાં ફરિયાદીવતી એડવોેકેટ દિનેષભાઇ આર.મહેતા રોકાયા હતા.

(3:41 pm IST)