Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નવરંગ નેચર કલબની પ્રેરણાદાયી પ્રવૃત્તિ : ૪૦૦૦ ચકલીના માળાનું વિતરણ

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, નવરંગ નેચર કલબ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ બચાવ સાથે ચકલી બચાવ અંગે જાગૃતિ લાવવા શાળાઓમાં ૪૦૦૦ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના પ્રમુખ સ્થાને શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, અતિથિ વિશેષ તરીકે ફુલછાબના તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા, રમેશભાઇ ઠકકર, પરિમલભાઇ પરડવા, જાણીતા પર્યાવરણવિદ્દ વી. ડી. બાલા, શાસનાધિકારી દેવદત્તભાઇ પંડયા, શિક્ષણ સમિતિના સદસ્ય કિરણબેન માકડીયા, નિતુબેન પટેલ, પૂર્વ ડી.ઇ.ઓ. શ્રી કાનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નવરંગ નેચર કલબ દ્વારા જાન્યુઆરી ૨૦૧૮ દરયિમાન કુલ ૧૯ હજાર માળાનું વિતરણ કરાયુ છે. દરમિયાન વર્ષમાં દોઢેક લાખ માળા વિતરણનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે. કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી જુહીબેન માંકડે અને અંતમાં આભારવિધિ વનીતાબેન રાઠોડે કરી હતી. આ તકે તમામ શાળાના આચાર્ય, યુ.આર.સી., સી.આર.સી., કે.નિ. કચેરી સ્ટાફ ઉપસ્થિત રહેલ.

(3:36 pm IST)