Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પડધરી પાસે હોટલમાં તોડફોડ કરી યુવાનનો હત્યાનો પ્રયાસ કરનાર પાંચ શખ્સોની શોધખોળ

રાજકોટ તા.૭ : પડધરીના વણપરી ટોલનાકા પાસે પ્રતિક્ષા હોટલમાં તોડફોડ કરી યુવાનની હત્યાનો પ્રયાસ કરનાર પાંચ શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ પ્રતિક્ષા હોટલમાં નોકરી કરતો મુબારક વલી વરાડીયા (ઉ.વ.ર૩) પરમ દિ' હોટલમાં હતો ત્યારે ભીમા દોલુભાઇ, ભુરો ઉર્ફે મોલીયો કાળુ વાઢેર, નીતિન નારણ ડોડીયા, અવધેશ કાળુ રામાનંદી તથા અભિજીત અજીત ડોડીયાએ આવી હોટલમાં તોડફોડ કરી મુબારકને ઢીકાપાટુનો મારમારી બાદમાં છરીથી ખુની હુમલો કર્યો હતો તેમજ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાનુ ડીવીઆર લુંટી ભાગી ગયા હતા. આરોપીઓ અગાઉ દારૂ પીને હોટલ ગયા હોય જેથી હોટલ માલિક જગદીશસિંહે ફોન કરી પોલીસને બોલાવતા કેસ થયો હતો તેનો ખાર રાખી હુમલો કરાયો હતો.

પડધરી પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર પાંચેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(3:36 pm IST)