Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કેઇઝન દ્વારા કાલે એજયુકેશન ફેર

ધો. ૧ર અને કોલેજના છેલ્લા વરસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટ, તા. ૭ : અહીંના જાણીતા કેઇઝન ગ્રુપ દ્વારા આવતી કાલે તા. ૮ના ગુરૂવારે સવારે ૯થી પ દરમ્યાન હોટલ ઇમ્પીરીયલ પેલેસ, યાજ્ઞીક રોડ ખાતે એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવેલ છે. ધો. ૧ર અને ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

 

એજયુકેશન ફેરમાં ફકત વિદ્યાર્થીને જ ફ્રી પ્રવેશ, સ્કૂલ-કોલેજ આઇકાર્ડની ઝેરોક્ષ ઉપર મળશે.

એજયુકેશન ફેરમાં બેંગ્લોર, હરીયાણા, દિલ્હી, મુંબઇ, અંકલેશ્વર, બરોડા, ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાંથી આવેલ તજજ્ઞો દ્વારા અંદાજે ર૦થી વધુ સ્ટોલ પર માહિતી આપી વિદ્યાર્થીઓને મુંઝવતા કારકીર્દીલક્ષી પ્રશ્નોનું સચોટ નિરાકરણ કરાશે. ગર્વનમેનટ સ્કોલરશીપ અને અન્ય યોજનાની પણ જાણકારી આપવામાં આવશે.

વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કંઇક અનોખુ કરવા તત્પર રહેતા કેઇઝન ગ્રુપના સી.ઇ.ઓ. વસીમ વાહીદભાઇ માકડા દ્વારા છેલ્લા ૧૦ વરસથી સતત અવિરતપણે આ જ પ્રકારના માર્ગદર્શન સેમિનાર-એજયુકેશન ફેરનું અત્યાર સુધી ૩પ થી વધુ વખત કરવામાં આવેલ છે. જેનો દર વરસે હજારો વિદ્યાર્થીઓ લાભ લે છે.

વસીમ માકડા-કેઇઝન ગ્રુપના સી.ઇ.ઓ. તરીકે છેલ્લા ૧૦ વરસોથી અને કેઇઝન ટાઇમ્સ પાક્ષીક ન્યુઝ પેપરના એડીટર તરીકે છેલ્લા પ વરસોથી સેવા આપી સફળ સંચાલન કરી રહ્યો છે. તેમણે અમદાવાદની પ્રખ્યાત સોમ લલીત કોલેજમાંથી એમબીએ અને બી.કોમ. એલએલ.બી તથા પત્રકારત્વ ક્ષેત્રે બી.જે. એમ.સી. વગેરે ડીગ્રીઓ મેળવેલી છે.

આ એજયુકેશન ફેરમાં રાજકોટની ક્રિષ્ના સ્કુલ, ન્યુ એરા સ્કૂલ અને કલ્યાણ હાઇસ્કૂલનો પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. આ એજયુકેશન ફેરની વધુ માહિતી માટે અને રજીસ્ટ્રેશન માટે વસીમ માકડાનો ૯૮ર૪પ ૮૬પ૬૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(3:35 pm IST)