Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વન-ડે વન રોડ ઝુંબેશ

યાજ્ઞિક રોડ પર તંત્ર ત્રાટકયુઃ ૧૨ જેટલા દબાણો દુરઃ ૩૦ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ

ઓટો-રેલીંગ-દિવાલ-કેબીનોના દબાણો દુર કરાયાઃ ૧૪ ધંધાર્થીઓ ફુડ લાયસન્સ ન ધરાવતા હોય તેને નોટીસ

દબાણો હટાવાયા : મ્યુનિ. કોર્પોરેશનની 'વન ડે - વન રોડ' ઝુંબેશ હેઠળ આજે શહેરના યાજ્ઞીક રોડ પર પાર્કિંગની જગ્યા પરથી દબાણ હટાવવામાં આવ્યા તે વખતની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૭: મ્યુ. કોર્પોરેશનની 'વન-ડે વન રોડ' ઝુંબેશ હેઠળ આજે ટાઉન પ્લાનીંગ આરોગ્ય અને સોલીડ વેસ્ટ વિભાગે સવારથી યાજ્ઞિક રોડ ઉપર ત્રાટકી બપોર સુધીમાં ૧૨દબાણો દુર કર્યા હતા તથા ૩૦ કિલો વાસી ખોરાકનો નાશ કર્યો હતો. જેના અહેવાલોનું સંકલન આ મુજબ છે.

ટાઉન પ્લાનીંગ વિભાગ

શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર યાજ્ઞિક રોડ સરદારનગર, રજપૂતપરા સહિતના વિસ્તારમાં વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં. ૪ તથા પ માં પાર્કીગ તથા માર્જીનમાં થયેલ દબાણ દુર કરાવવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નીચેની વિગતોએ  સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છપરાના દબાણ દુર કરવામાં આવેલ છે.

જેમાં રજપૂપરા-૧ કેનેરા બેંક પાસે, રવિ પ્રકાશ, બિઝનેસ ટર્મિનલ, સિધ્ધી વિનાયક કોમ્પલેક્ષ, સિટી શોપ કોમ્પલેક્ષ ગોલ્ડન સ્પેસ, રજત કોમ્પ્લેક્ષ, શિવમ કોમ્પલેક્ષ, હિરા પન્ના કોમ્પલેક્ષ, ધનરજની કોમ્પ્લેક્ષ, વી.જે.જ્વેલર્સ, સેન્ટોસા હોટલ સહિત કુલ ૧૨ સ્થળે પાર્કિંગની જગ્યામાંથી પથ્થરની દિવાલ, ગ્રીલ, ઓટાના દબાણો દુર કરવામાં આવ્યા છે.

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વન વીક વન રોડ અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે આ કામગીરીમાં ડે.કમિશ્નર સી.કે.નંદાણી, ટાઉન પ્લાનીંગ અધિકારી એમ.ડી.સાગઠીયા, વિજીલન્સ ઓફિસર આર.પી.ઝાલા હાજર રહેલ. આ ઉપરાંત ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસી. ટાઉન પ્લાનર એસ.એસ.ગુપ્તા, કે.કે. મહેતા તથા અન્ય સેન્ટ્રલ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પટેલીયા તથા તેમનો સ્ટાફ, આરોગ્ય શાખાના શ્રી પંચાલ તથા તેનો સ્ટાફ, દબાણ હટાવ શાખાના આસી. મેનેજર શ્રી ડોડીયા તથા તેમનો સ્ટાફ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર શ્રી જીંજાળા તથા તેમનો સ્ટાફ તેમજ બાંધકામ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર ઉપસ્થિત રહ્યો હતો.

આરોગ્ય વિભાગ

કમિશ્નરશ્રી બંછાનીધી પાની ના આદેશ મુજબ વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગર પાલીકા આરોગ્ય શાખાના ફુડ વિભાગની ટીમ-ડેઝીગ્નેટેડ ઓફીસર શ્રી એ.એન.પંચાલ તથા ફુડ સેફટી ઓફીસર શ્રી આર.આર.પરમાર, શ્રી કે.એમ.રાઠોડ તથા શ્રી સી.ડી.વાઘેલા દ્વારા શહેરના કુવાડવા રોડ પર આવેલ ખાણી પીણીના ધંધાર્થી, ફરસાણ શોપ, પાન શોપ, ડેરી ફાર્મ, ટી સ્ટોલ્સ, નાસ્તા ગૃહ, ફાસ્ટ ફુડ પાર્લર વિગેરે પ્રોમાઇસીસની ફુડ લાઇન્સ ધરાવે છે કે કેમ? રો-મટીરીયલ્સ તથા ખાદ્યચીજોના પ્રીપેરેશન, હાઇજીનીક સ્ટોરેજ તથા પ્રેમાઇસીસનો સ્વચ્છતા બાબતે સાધન ચકાસણી કરવામાં આવેલ હતી. ૩૦ કિલો વાસી અખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે.

કામગીરી દરમ્યાન કુલ ૩૩ પ્રીમાઇસીસની ચકાસણી કરવામાં આવેલ હતી. જે દરમ્યાન ૩૪ કી.ગ્રા. વાસી અખાદ્ય પડતર સામગ્રી તથા ૩૦ કિ.ગ્રા. પ્રિન્ટેડ રદી પસ્તી જપ્ત કરી નાશ કરવામાં આવેલ હતી. તેમજ કુલ ૩ર વેપારીઓને નોટીસ આપવામાં આવેલ હતી.

આ ઉપરાંત ખેતલા આપા ટી-સ્ટોલ - ગેસફોર્ડ સામે, કીરીટ પાન - અજીતભાઇ સોલંકી, શકિત ટી સ્ટોલ (હોકર્સ), સીઝન સ્ટોર - બસીર અહેમદ એમેઘરા, બજરંગ પાન એન્ડ કોલ્ડ્રીંકસ - કેતન જી. નથવાણી, મોમાઇ ફાસ્ટ ફૂડ - રાજુભાઇ કરવત, આર.કે. પાન એન્ડ કોલ્ડ્રીંકસ - યતીન પટેલ, ડી.આર. એન્ડ કા. મનીષ કક્કડ, ભોજરાજ ગાગનદાસ ચંદીમાણી, જીતેન્દ્ર ડાઇનીંગ હોલ - રાજેશભાઇ ટી. રાજદેવ, ગીરનાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, નિરમલ પાન, રાઠોડ પાન, કૈલાશ પાન - કે.આર.ચંદારાણા સહિતના ૧૪ વેપારીઓને ફૂડ લાઇસન્સ માટે નોટીસ ફટકારવામાં આવી છે.

 

(2:48 pm IST)