Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

દાઉદી બોહરા મહિલાઓ દ્વારા ફીમેલ જેનિટલ મ્યુટિલેશન પ્રત્યે જાગૃતતા અભિયાન

રાજકોટ : દાઉદી બોહરા વિમેન્સ એસોસીએશન ફોર રિલિજિયસ ફ્રીડમની રાજકોટ, મુંબઇ, ઇન્દોર અમદાવાદ સ્થિત શાખાઓના સભ્યો ફીમેલ, જેનિટલ મ્યુટિલેશન (એફએમજીએમ) પ્રત્યે જાગૃતતા લાવવા મહાઅભિયાન હાથ ધરાયુ છે. ૬૫૦૦૦ થી પણ વધુ સમર્થકોની સંખ્યા ધરાવતા આ સંગઠન દ્વારા મહિલા અંગછેદન (એફસી, જેને ખફજ પણ કહે છે) અને એફજીએમ વચ્ચેના તફાવતને લઇને વિચાર વિમર્શ કરી વાતચીતને પ્રોત્સાહન આપવાની દીશામાં કામ કરાશે. ખફજ દાઉદી બોહરા સમુદાયની એક પીડા વિનાની સાંસ્કૃતિક તેમજ ધાર્મિક પ્રથા ગણવામાં આવી છે. આ અભિયાન દરમિયાન ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફીમેલ જેનિટલ મ્યુટિલેશન પણ મનાવવામાં આવ્યો હતો. ચાર શહેરોમાં ચલાવાયેલા આ અભિયાનમાં ડીબીડબલ્યુઆરએફના સચિવ સમીના કાચવાલાએ કહ્યુ હતુ કે દાઉદી બોહરા સમુદાય એફજીએમ અને તેની તરફેણ કરનારા પ્રત્યે પુરી રીતે વિરૂધ્ધ છે. મહિલાઓના શોષણ અને ગુલામ બનવાની વૃત્તિને પ્રેરે છે. ત્યારે આ સંગઠન હકીકતોના આધાર પર વિચાર વિમર્શ કરી અભિયાનને આગળ ધપાવશે. માત્ર એફજીએમ બાબતે જાગૃતી લાવવાના હેતુથી નહીં પણ દાઉદી બોહરા સમુદાયની સુરક્ષિત સાંસ્કૃતિક ધાર્મિક પ્રથા ખડજ એફએમજીથી તદન અલગ છે તે સ્થાપિત કરવા પ્રયાસ કરાશે. સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથાઓને સન્માનની દ્રષ્ટિીથી જોવાશે. તસ્વીરમા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દાઉદી બોહરા મહિલાઓ નજરે પડે છે. (૧૬.૧)

(11:50 am IST)