Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સેમડામાં વનસ્પતિના બી ખાતાં રાજકોટના બે બાળકોને ઝાડા-ઉલ્ટી

રાજકોટ તા. ૭: ગાયકવાડી-૩માં રહેતાં રાજેશ વઢવાણીયાના પુત્ર અનમોલ (ઉ.૭) અને અજય કાવડીયાના પુત્ર વિક્રમ (ઉ.૭)એ સેમડા ગામે કોઇ વનસ્પતિના બી રમતાં-રમતાં ખાઇ લેતાં ઝાડા-ઉલ્ટી થતાં સારવાર માટે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

(11:26 am IST)