Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મ.ન.પા. છ ડોર મેટરીનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપશેઃ ટેન્ડર પ્રસિધ્ધ

કુલ ૧૧ર૮ બેડની ક્ષમતાઃ રસ ધરાવનાર સંસ્થાએ ર૦ જાન્યુઆરી સુધીમાં અરજી કરવી

રાજકોટ તા. ૭: મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ઘર વિહોણા માટે બનાવેલ આશ્રયસ્થાન (ડોર મેટરી)નું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકા હસ્તકના શહેરના ઘર વિહોણા લોકો માટે ભોમેશ્વર ડોર્મીટરી, ભોમેશ્વર પ્લોટ, શેરી નં. ૧, ૪૪૮ બેડની ક્ષમતા, હોસ્પિટલ ચોક, શાળા નં. ૧૦ ડોર્મીટરી ૪૦૦, આજી ચોક, જુના જકાતનાકા પાસે, ભાવનગર રોડ-૧૦૦, બેડીનાકાઃ આજી નદીના કાંઠે, ૮૦, જુના ઢોર ડબ્બા, મરચાપીઠ રોડ, બેડીનાકા પાસે-૬૦, રામનગર-૪, આજી વસાહતની બાજુમાં, ૮૦ ફુટ રોડ-૪૦ સહિત કુલ ૧૧ર૮ બેડની ક્ષમતા વાળા ડોર મેટરીના સંચાલન માટે રસ ધરાવતી સંસ્થાઓએ તા. ર૦ જાન્યુઆરી સુધીમાં બંધ કવરમાં રજી.એ.ડી./સ્પીડ પોસ્ટ/કુરીયરથી રાજકોટ મહાનગરપાલિકા, ડો. આંબેડકર ભવન, પ્રોજેકટ વિભાગ રૂમ નં. ૦૯ ગ્રાઉન્ડ ફલોર, ઼ઢેબરભાઇ રોડ, રાજકોટ ખાતે મોકલી આપવી. કવર ઉપર આશ્રયસ્થાનનાં સંચાલન માટેની ઓફર આપવામાં આવેલ હોય તેનું નામ સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે તેમ જણાવાયું છે.

(4:19 pm IST)