Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ન્યુ દોઢસો ફૂટ રોડ પાર્ટી પ્લોટ પાસેથી રવી ઉર્ફે લાલો દારૂની ૧ર બોટલ સાથે પકડાયો

રાજકોટ તા. ૭: ન્યુ દોઢસો ફુટ રોડ પર આવેલ અર્જુન પાર્ટી પ્લોટ પાસે વિદેશી દારૂનો જથ્થો પડયો હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર. બી. જાડેજા, કોન્સ. પરિમલભાઇ ચૌહાણ, ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતા પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન. ડી. ડામોર, હેડ કોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહશીન ખાન મલેક, અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, પરિમલભાઇ ચૌહાણ, ધર્મરાજસિંહ રાણા, મનીષભાઇ સોંઢીયા અને હર્ષરાજસિંહ જાડેજા સહિતે દરોડો પાડી રવી ઉર્ફે લાલો કિશોરભાઇ પરમાર (ઉ.વ. ૩૩) (રહે. વીર સાવરકરના કવાર્ટર વીંગ યુ ફલેટ નં. પ૦ર કાલાવડ રોડ) ને રૂ. ૪૮૦૦ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે પકડી લીધો હતો.

(4:16 pm IST)