Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ગૌ આધારીત ખર્ચ વગરની ખેતી : અચૂક અપનાવો જીવામૃત

 દેશી ગાયનું ગોબર ૧૦ કિલો  દેશી ગોળ ૧ કિલો  ગૌમૂત્ર ૫ લીટર  કોઇપણ કઠોળનો લોટ ૧ કિલો  શેઢા-પાળાની માટી ૧ કિલો

આ બધી વસ્તુ ૨૦૦ લીટર પાણીના બેરલમાં મિકસ કરી દિવસમાં ત્રણ વાર ઘડીયાળનાં કાંટાની દિશામાં લાકડાથી હલાવવું. ૪૮ કલાક રાખી આ જીવામૃત ૧ એકરે ધોરીયામાં પાણી સાથે આપવું (જીવામૃત દર ૧૫ દિવસે આપવું)

પાક વૃધ્ધિ માટે છંટકાવ

એક પમ્પમાં ૫૦૦ મીલી. ગૌમૂત્ર અને ૫૦૦ મીલી, ખાટી છાશ મિકસ કરી દર ૧૫ દિવસે છંટકાવો કરવો.

દરેક પાકમાં રોગ નિયંત્રણ માટે

 ગૌમૂત્ર ૨૦ લીટર  તીખા મરચાં ૧ કિલો  કડવા લીમડાના પાન ૨ કિલો  દેશી તમાકુ ૧ કિલો  આંકડાના પાન ૨ કિલો  લસણ ૧ કિલો  ધતુરાના પાન ૧ કિલો (પાકમાં રોગ હોય કે ન હોય ૧૫ દિવસે ઉપયોગ કરવો)

આ બધી વસ્તુ મિકસરમાં પીસી ૨૦ લીટર ગૌમૂત્રમાં નાખવી. ૪૮ કલાક પછી આ દ્રાવણ મોટા વાસણમાં નાખી ધીમા તાપે ગરમ કરવું. ત્યાર બાદ એક પંપે ૧૦૦ થી ૧૫૦ મીલી આ દ્રાવણ ગાળી છોડ ઉપર છંટકાવ કરવો, જેથી રોગ નિયંત્રણ થશે.

ઘન જીવામૃત - પાયાનું ખાતર

 દેશી ગાયનું તાજું ગોબર ૧૦૦ કિલો  ગૌમૂત્ર ૫ લીટર  સેઢા-પાળાની માટી ૧ કિલો  દેશી ગોળ ૧ કિલો  ચણાનો અથવા કોઇપણ કઠોળનો લોટ ૧ કિલો

આ બધુ મિકસ કરી છાંયે સુકવો, સુકાયા પછી એક એકર જમીનમાં પાયાના ખાતર તરીકે ઉપયોગમાં લેવું.

ઘન જીવામૃત - પાયાનું ખાતર

 દેશી ગાયનું તાજું ગોબર ૧૦૦ કિલો  ગૌમૂત્ર ૫ લીટર  સેઢા-પાળાની માટી ૧ કિલો  દેશી ગોળ ૧ કિલો  ચણાનો અથવા કોઇપણ કઠોળનો લોટ ૧ કિલો

આ બધુ મિકસ કરી છાંયે સુકવો, સુકાયા પછી એક એકર જમીનમાં પાયાના ખાતર તરીકે ઉપયોગમાં લેવું.

મર્ચીમાં કુકડ માટે અક્ષીર ઇલાજ

 ૫૦૦ મીલી ગાયનું દૂધ  ૧ ચમચી હળદર  ૧ ચમચી હીંગ

૧૫ લીટર પંપમાં નાખી દર ૧૫ દિવસે છંટકાવ કરવો.

ગાય આધારીત ખેતી ન કરતા ખેડૂતો માટે

પાક વાવેતર સમયનું ખાતર  એરંડી ખોળ ૫૦ કિલો  ચૂનો ૧ કિલો

આ ત્રણ મિકસ કરી ૧ વિઘે ચાસમાં નાંખવું. વાવેતર સમયે....

ગૌભકત : ભરતભાઇ પરસાણા મો. ૯૭૨૬૩ ૯૯૬૯૯, રાજકોટ

(3:09 pm IST)