Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

આધુનીક ફલેટ લેવા ધસારો : પ્રથમ દિ'એ ૧ હજારથી વધુ ફોર્મ ઉપડયા

રાજકોટઃ રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રૈયાધાર સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે નિર્માણ પામનાર, રાજકોટ મહાનગરપાલિકાના લાઈટ હાઉસ પ્રોજેકટ ના ૧૧૪૪ આવાસો માટે  આજથી મહાનગરપાલિકાના  છ સિટી સિવિક સેન્ટર અને આઇ.સી.આઇ.સી.આઇ બેન્કની શાખાઓ પરથી ફોર્મ વિતરણ શરૂ થતાં  આજે પ્રથમ દિવસે બપોરનાં ૧.૩૦ વાગ્યા સુધીમાં અંદાજીત એક હજારથી વધુ ફોર્મ ઉપડયા હતા. ઉપરોકત તસ્વીરમાં રૂ. ૩.૪૦ લાખમાં ૨બી.એચ.કે.ફર્નિચાર વાળા આવાસો મેળવવા અને લોકો ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર કરવા લોકો ઉમટયા હતા.તે નજરે પડે છે.(તસ્વીર-અશોક બગથરીયા)

(3:09 pm IST)