Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

આજી જીઆઇડીસીમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ અને સામા કાંઠે મકાનમાંથી ૬ ઝડપાયા

થોરાળા અને બી ડીવીઝન પોલીસનો દરોડોઃ ૧૧ની ધરપકડ

રાજકોટ, તા.૭: શહેરના આજી.જી.આઇ.ડીસી.માં કારખાના પાસે ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને થોરાળા પોલીસે અને બી ડીવીઝન પોલીસે તીરૂપતીનો જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ આજીજી.આઇ.ડી.સીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની થોરાળા પોલીસ મથકના કોન્સ યુવરાજસિંહ, રાણા, વિજયભાઇ મેતા, તથાકિરણભાઇ પરમારને બાતમી મળતા પીઆઇ. જી.એમ.કડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. જી.એસ. ગઢવી, હેડ કોન્સ ભુપતભાઇ વાસાણી, શૈલેષભાઇ ભીંસડીયા, આનંદભાઇ પરમાર, નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, જયદીપભાઇ ધોળકીયા, કિરણભાઇ, યુવરાજસિંહ, રમેશભાઇ તથા દિવ્યેશભાઇ સહિતે આજી જી.આઇ.ડી.સી.માં આવેલા કારખાના પાસે દરોડો પાડી ઘોડી પાસાને જુગાર-રમતા સાધુ વાસવાણી રોડ ઇન્ડીયન પાર્ક બ્લોક નં.૧૦૫ કવાર્ટર નં.૧૪૭ના કેતન મનસુખભાઇ અમલાણી, ભગવતીપરા નંદનવન સોસાયટીના રફીક જુસબભાઇ મકવાણા, ગાંધીગ્રામ સોસાયટી શેરી નં.૪ના સલીમ ગજમીયાભાઇ સૈયદ, કાલાવડ રોડ લક્ષ્મીના ઢોરા પાસે મોટા મવા સ્મશાન પાસેના આફતાબ સલીમભાઇ કાદરી, અને સાધુવાસવાણી રોડ પર ઝુપડામાં રહેતા રોહીત રાજુભાઇ રાઠોડને પકડી લઇ રૂ.૧૩૯૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં સામા કાંઠે તીરૂપતી બાલાજી સોસાયટી મેઇન રોડ પર રહેતા યુનુસ અલ્લારખાભાઇ સોલંકીના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ જયદીપસિંહ બોરાણા, સંજયભાઇ મીયાત્રા અને પરેશભાઇ સોઢીયાને બાતમી મળતા પીઆઇ.એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એફ.ડામોર, એ.એસ.આઇ.વિરમભાઇ, હેડ કોન્સ અજયભાઇ, હેમેન્દ્રભાઇ, સિરાજભાઇ, જયદીપસિંહ, સંજયભાઇ, પરેશભાઇ, મનોજભાઇ, મીતેશભાઇ તથા ભાવેશભાઇ સહિતે તીરૂપતી બાલાજી સોસાયટી મેઇન રોડ ખુલ્લા પ્લોટની સામે મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક યુનુસ સોલંકી (ઉ.વ.૩૧) તથા ભગવતીપરાના મુમતાઝબેન અબ્દુલભાઇ સમા, ભગવતીપરાના મુમતાઝબેન અબ્દુલભાઇ સમા, ભગવતીપરા શેરી નં.૧૦ના રેખાબેન હિતેષભાઇ સોલંકી, રૈયા રોડ સુભાષનગર શેરી નં.૩ના જુબેદાબેન હુશેનભાઇ પરમાર, તીરૂપતી બાલાજી સોસાયટીના સાબીરાબેન યુનુસ સોલંકી અને ભગવતીપરા મહાકાળીનગરના ઝરીનાબેન હનીફભાઇ શેખને પકડી લઇ રૂ.૧૭,૨૬૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:07 pm IST)