Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે વિરોધ પ્રદર્શિત કરવા એકઠા થયેલા ૪૧ લોકો સામે ગુનોઃ અટકાયત

ડો. બાબા સાહેબની પ્રતિમાના સ્થળાંતર મામલે રાજકોટ, મોરબી, જુનાગઢ, અમદાવાદના આગેવાનો-કાર્યકરો એકઠા થયા'તાઃ યુનિવર્સિટી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે રાજકોટ, અમદાવાદ, ભેંસાણ, મોરબીના અનુસુચિત જાતીના આગેવાનો, કાર્યકરો વિરોધ પ્રદર્શિત કરવા એકઠા થતાં પોલીસે મંજુરી વગર ચાર કે તેથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ અંતર્ગત જાહેરનામા ભંગનો ગુનો નોંધી ૪૧ લોકો સામે કાર્યવાહી કરી હતી.

પ્રેમ મંદિર પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની મુર્તિના સ્થળાંતર બાબતે વિરોધ કરવા માટે આ તમામ લોકો એકઠા થઇ ગયા હતાં. હાલમાં કોરોના સંદર્ભે ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ હોઇ છતાં આ તમામ કોઇપણ જાતની પરવાનગી વગર એકઠા થઇ ગયા હોઇ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજાએ ફરિયાદી બની આઇપીસી ૧૮૮, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ૪૧ લોકોની અટકાયત કરી બાદમાં જામીન મુકત કરવા કાર્યવાહી કરી હતી.

જેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેના નામ આ મુજબ છે. ચંદ્રેશકુમાર તિમોથીભાઇ સાગર (ઉ.૫૦ રહે. અમૃતનગર સોસાયટી  પાંજરાપોળ પાસે માણસા જી.ગાંધીનગર), દિપક પરસોતમભાઈ સોલંકી (ઉ.૨૩ રહે, આબેડકનગર કાલાવાડ રોડ રાજકોટ), રાજેશ્વર મનુભાઇ સોલંકી (ઉ.૩૫, રહે. ૮/૧૦ જયનગર સોસા. ભાવનગર રોડ રાજકોટ), મનીષ ભીખાભાઇ મહેરીયા (ઉ.૪૦, રહે, ૯-૧૦પ નિલકમલ પાર્ક એપાર્ટમેન્ટ બાપુનગર અમદાવાદ),  વિનોદ નાનજીભાઈ ચાંચીયા (ઉ.૨૯-રહે, પરબવાવડી ભેસાણ જી.જુનાગઢ), રોહીત બધાભાઈ સોલંકી (ઉ.૨૫-સામાજીક કાર્યકર રહે, ખંભાળીયા તા.ભેંસાણ), વિનોદ ત્રિકમભાઇ મકવાણા (ઉં.૩૯-રહે, અમદાવાદ ખાડાવાળી ચાલી ગૌતમીપુર, દેવજી મનુભાઇ મકવાણા (ઉ.૨૬-રહે. આંબેડકરનગર કાલાવાડ રોડ રાજકોટ), લલીત મોહનભાઇ દાફડા (ઉ. ર૯-રહે, નાનામવા ભીમનગર કાલાવાડ રોડ રાજકોટ), દિપક ધનજીભાઈ દાફડા (ઉ.૪૦-રહે, નાનામવા આબેડકરનગર કાલાવાડ રોડ રાજકોટ), અનીલ નાથાભાઇ પંચાલ (ઉ. ર૬-રહે, નાનામવા આબેડકરનગર કાલાવાડ રોડ રાજકોટ), ભુપત ભુરાભાઇ ચાવડા (ઉં.૩૮-રહે.જંગલેશ્વર ભીમરાવચોક રાજકોટ), જીતેન્દ્ર ગોવિંદભાઇ મહિડા - (ઉ.૩૬-રહે, આબેડકરનગર શેરી નં.૧ કાલાવાડ રોડ રાજકોટ), મોહનભાઇ દેવશીભાઈ રામૈયા (ઉ. પર-સામાજીક કાર્યકર રહે, આબેડકરનગર શેરી - ૧૩ /બ એસ.ટી. વર્કશોપા પાછળ રાજકોટ), રાજ હર્ષવર્ધનભાઇ સમ્રાટ (ઉં.૨૭- રહે, ઓઢવ પોલીસ લાઇનની બાજુમાં અર્બુદાનગર અમદાવાદ),  મોહનભાઇ પેથાભાઇ ચૌહાણ (ઉ.પપ-રહે, મોચીનગર સોસા, ભાગ-૨ ગાંધીગ્રામ રાજકોટ),  કાનજીભાઇ સોમાભાઇ સોલંકી (ઉ. પપ-રહે, નાનામવા વામ્બે આવાસ યોજના કાલાવાડ રોડ રાજકોટ), અતુલ કરશનભાઇ રાઠોડ (ઉ.૩૦-રહે. આબેડકરનગર -૧૦, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ), હંસરાજ લક્ષ્મણભાઈ જાદવ (ઉં.૩૦-રહે. મોરબી રોડ વેલનાથપરા રાજકોટ ), નીતીન કાનજીભાઇ વાધેલા (ઉ.૨૫-રહે. હળવદ ગામ આદીત્ય મોબાઇલ બસ સ્ટેશન પાછળ), મહેશ દલપતભાઈ મકવાણા (ઉ.૨૮-રહે, આંબેડકરનગર ૧૫ ફોર્ચ્યુન હોટલની સામે રાજકોટ),  દિનેશ હીરાભાઇ સોલંકી (ઉ.૨૮-રહે, આંબેડકરનગર શેરી નં.૧૫  ફોર્ચ્યુન હોટેલ સામે, વિનોદભાઈ ચનાભાઇ રાઠોડ (ઉ.૪૦-રહે, વીંગ એફ ફલેટ ને ૭૧ લોકમાન્ય ટીલ, ટાઉનશીપ રેલનગર રાજકોટ ), દિલીપ ધીરૂભાઇ સોલંકી (ઉ.૩૨- સમાજસેવા રહે. આંબેડકરનગર શેરી નં ર એસ ટી. વર્કશોપ પાછળ રાજકોટ), નવનીત શકરાભાઈ રાજપાલ (ઉં.૪૪-રહે, ૧૮૮ સુમીનપાર્ક સેજપુર નરોડા અમદાવાદ), કનૈયાલાલ ભીખાભાઇ સોલંકી (ઉ.૫૫-રહે, વેલનાથપરા મોરબી રોડ રાજકોટ), પ્રવિણ દુદાભાઈ વાઘેલા (ઉ.૪૦-રહે. આબેડકરનગર શેરી નં.૭ એસ. ટી. વર્કશોપ પાછળ રાજકોટ), જયદીપ મહેશભાઈ પારધી (ઉ.ર૬-રહે. આંબેડકરનગર-૩,એસ.ટી. વર્કશોપ પાછળ રાજકોટ ), જતીન મહેશભાઈ પારધી (ઉ. ૨૬-રહે. આંબેડકરનગર શેરી નં.૩ રાજકોટ), મુકેશ ખોડાભાઇ ડાંગર (ઉ.૪૦-રહે. આંબેડકરનગર શેરી નં.૬/૧૦ એસ ટી. વર્કશોપ પાછળ રાજકોટ),  તરૂણ ગણપતલાલ સોલંકી (ઉ.-૨૬-રહે. અમરાઇવાડી પ્રેમનગર વિસ્તાર અમદાવાદ), નરેશ ઉગાભાઇ બગડા (ઉ. ૨૮-રહે. શાપર વેરાવળ), તથાગત આનીયભાઈ બુધ્ધ (ઉ.રપ-રહે. શિવશકિત કોલોની યુની. રોડ રાજકોટ મુળ છાયા  પોરબંદર), મનુભાઈ કેશાભાઇ સોલંકી-(ઉ. ૬૫-સમાજસેવક રહે. ભાવનગર રોડ, વિજયનગર સોસાયટી ૮/૧૦, રાજકોટ), છગનભાઈ ડાયભાઈ ચાવડા (ઉ. ૭૬-સમાજસેવક, રહે. ભાવનગર રોડ, વિજયનગર ૮, રાજકોટ), પ્રિયંકરભાઇ ગોવીંદજી શાકચ (ઉ. ૬૧-સમાજસેવક, રહે. નાનામવા રોડ, લક્ષ્મીનગર-૭), અનીત્યભાઇ પમાભાઇ બૌધ્ધ (ઉ.૬૭- સમાજસેવક, રહે.૧૫૦ ફુટ રોડ, અમૃતા સોસા-૩૩ રાજકોટ), ગોપીબેન  ગીરીશકુમાર ચૌહાણ (ઉ.૩૦-સમાજસેવા રહે. ભાવનગર રોડ, વિજયનગર સોસાયટી ૮/૧૦, રાજકોટ), પ્રવિણ ભીખાભાઇ વાળા (ઉ.૩૭- સમાજસેવક, રહે. ખોખળદડ રાજકોટ) તથા પ્રવિણ કિશોરભાઈ સાગઠીયા(ઉ.૨૫-સમાજસેવક રહે. ખોખળદડ રાજકોટ),  અરૂણકુમાર સગરામભાઇ પટેલ અનુ.જાતી ઉ. ૪પ-રહે. અમદાવાદ, સૈજપુર બોઘા, પ્રભાકર એપાર્ટમેન્ટ-૧૫ર)નો સમાવેશ થાય છે.

(3:04 pm IST)