Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મોમાઇ મોરા જતા પદયાત્રા સંઘનું રાજકોટથી પ્રસ્થાન

સવારે રાણીમા રૂડીમાના ઠાકરને ધ્વજા ચડાવી આરંભ : માતાજીના જય જયકાર સાથે માર્ગો ગુંજી ઉઠયા : ૧૦૦ થી વધુ પદયાત્રી જોડાયા : પ્રથમ રાત્રી રોકાણ રતનપર : ૧૩ મીએ સવારે મોરાગઢ પહોંચી જશે

રાજકોટ તા. ૭ : મા મોમાઇના સંઘ દ્વારા સતત ૧૨ માં વર્ષે રાજકોટથી મોમાઇ મોરા સુધી પગપાળા યાત્રાનું કરાયુ છે. આજે તા. ૭ ના ગુરૂવારે સવારે ૯ વાગ્યે રાજકોટથી પ્રસ્થાન પૂર્વે સવારે શ્રી નકલંકના ઠાકર, શ્રી રાણીમા રૂડીમાના ઠાકરની ધજા ચડાવવામાં આવી હતી.

૧૮ સાંખના આલગોતર ભાઇ બહેનો સર્વ સમાજના ધર્મપ્રેમીઓ જોડાયા છે. આજે સવારે માતાજીના જય જયકાર સાથે રાજકોટથી શરૂ થયેલ આ પદયાત્રામાં ૧૦૦ થી વધુ લોકો જોડાયા છે. આજનો પ્રથમ રાત્રી પડાવ રતનપર ખાતે છે. બાદમાં  કાલે ભુતકોટડા અમરનાથ મંદિર થઇ ટંકારા કસ્ટભંજન હનુમાન મંદિરે રાત્રી રોકાણ કરશે. તા. ૯ નું રાત્રી રોકાણ મોરબીમાં થશે. એ રીતે માળીયા, થોરીયાળી, ધાણીધર, ભીમાસર થઇ તા. ૧૩ ના સવારે સંઘ ભીમાસર પહોંચી જશે. જયાં તા. ૧૪ ના યજ્ઞ અને ધ્વજા રોહણ કરાશે. કોઇપણ જાતના ચાર્જ વગર દર વર્ષે આ પદયાત્રા યોજવામાં આવતી હોવાનું સંઘના સેલાભાઇ સાંગડીયા (મો.૯૯૨૫૫ ૫૯૯૯), હિરાભાઇ સાંગડીયા (મો.૭૬૯૮૪ ૯૯૯૯૯) ની યાદીમાં જણાવાયુ છે.

(11:41 am IST)