Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

બેભાન હાલતમાં એલઆઇસી કર્મચારી સહિત પાંચના મોતઃ તમામે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૭: સિવિલ હોસ્પિટલમાં ગત સાંજથી આજ સવાર સુધીમાં બેભાન હાલતમાં પાંચ વ્યકિતના મોત નિપજ્યા હતાં.

રેસકોર્ષ રીંગ રોડ પર ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતાં અને એલઆઇસીમાં નોકરી કરતાં રાજાભાઇ રમેશભાઇ દુબલ (ઉ.વ.૪૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. રવિભાઇ વાઘેલા અને હરવિજયસિંહે કાર્યવાહી કરી હતી. મૃતક બપોરે ઘરે જમવા આવ્યા હતા. જમ્યા બાદ બેભા થઇ ગયા હતાં.

બીજા બનાવમાં આનંદનનગર મેઇન રોડ પર રહેતાં તુલસીદાસ જમનાદાસ માંડવીયા (ઉ.વ.૭૨) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે. પોતે ભાવસિંહજી હોસ્પિટલના નિવૃત કર્મચારી હતાં.

ત્રીજા બનાવમાં બેડીપરા મુળા ભગતની શેરીમાં રહેતાં વિનુભાઇ વાલાભાઇ ખીંટ (ઉ.વ.૪૨) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ નિપજતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. ચોથા બનાવમાં રૈયા રોડ ચંદન પાર્ક અમૃતા હોસ્પિટલ પાછળ કોનાર્ક એપાર્ટમેન્ટમાં રહેતાં નિલેષભાઇ મનહરલાલ શાહ (ઉ.વ.૫૬) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરાઇ હતી.

પાંચમા બનાવમાં ગોંડલ રોડ સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં ભીનીબેન ઓધવજીભાઇ સાકરીયા (ઉ.વ.૮૫) રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં માલવીયાનગર પોલીસ મથકમાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામા અને અનોપસિંહે જાણ કરીહતી.

(11:41 am IST)