Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

૮ જાન્યુ.ની રાષ્ટ્રવ્યાપી હડતાલ બેંક કર્મચારીઓ સાથેના ચીફ લેબર કમીશ્નરના સમાધાનના પ્રયાસો નિષ્ફળ

રાજકોટ, તા., ૭: બેંક કર્મચારીઓના પાંચ સંગઠનોએ બેંકોને તા.૮ જાન્યુ.ના રોજ સરકારની મજુર વિરોધી, શ્રમ કાનુનમાં ૪૪ કાયદાને રૂપાંતર કરી ફકત ચાર કાયદા બનાવવાની સાજીસ, કોન્ટ્રેકટ લેબર અને બાંધ્યા પગારની નિતી અમલમાં મુકવાની નીતી સામે હડતાલની નોટીસ આપવામાં આવેલ.

નોટીસના અનુસંધાને દિલ્હી મુકામે તા.૬-૧-ર૦ર૦ના રોજ ચીફ લેબર કમિશ્નર મારફત સમાધાનના પ્રયાસો થયેલ હતા. સરકારના નાણા મંત્રાલય મારફત પાંચ દિવસના બેકીંગ અંગે કોઇ નક્કર જવાબ આપવામાં આવેલ હતી. કર્મચારીઓના પગાર વધારાના સમાધાન અંગે જણાવેલ કે ટુંક સમયમાં વાટાઘાટ યોજાશે. કોઇ નક્કર પ્રતિસાદ આઇ.બી.એ. તરફથી મળેલ ન હતો. શ્રમ કાનુન સુધારણા અંગે નાણા ખાતા પાસે સતા ન હોય કોઇ જવાબ આપવામાં આવેલ ન હતો. ઉપરોકત રીતે સરકારના નકારાત્મક વલણને ધ્યાનમાં લઇ સંગઠનોએ તા.૮ જાન્યુઆરીની હડતાલમાં સામેલ થશે તેમ યુનિયનની યાદી જણાવે છે.

(4:05 pm IST)