Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જિલ્લા પંચાયતના અધિકારીઓના અનઅધિકૃત એ.સી.હટાવાશે : પદાધિકારીઓને અસર નહિ

રાજકોટ, તા. ૭ :. રાજ્યના વિકાસ કમિશનરે પંચાયતના વર્ગ-૧ અને ૨ના અધિકારીઓની કચેરી અને વાહનોમાં રહેલ અનઅધિકૃત એ.સી. હટાવવા અને અત્યાર સુધીના વપરાશનું વિજળી બીલ તથા ઈંધણ ખર્ચ જે તે અધિકારી પાસેથી હટાવવા આપેલ સૂચનાના પગલે રાજકોટ જિલ્લા પંચાયતમાં વહીવટી તંત્ર દ્વારા આ અંગેની તપાસ શરૂ થઈ છે. તમામ સ્થાનોએથી અનઅધિકૃત એ.સી. હટાવી દેવાશે.

પંચાયતના વર્તુળોએ જણાવેલ કે, કમિશનરના પરિપત્રમાં પદાધિકારીઓના વપરાશમાં રહેલા એ.સી. બાબતે કોઈ ઉલ્લેખ નથી. સરકારે પદાધિકારીઓ બાબતે કોઈ નિયમ નક્કી કર્યાનું તંત્રના ધ્યાનમાં નથી તેથી હાલ માત્ર અધિકારીઓના અનઅધિકૃત એ.સી. બાબતે જ કાર્યવાહી કરવામાં આવશે. પ્રજાના પૈસે ટાઢક અનુભવતા રાજકીય પદાધિકારીઓ બાબતે તંત્ર કંઈ પગલા લેવાના મૂડમાં નથી.

(4:05 pm IST)