Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

રાજકોટનાં મેયર વિરૂધ્ધ જનરલ બોર્ડનાં નિયમ ભંગના તાત્કાલીક પગલા લ્યોઃ કોંગ્રેસની ગાંધીનગરમાં રજૂઆત

શહેર પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા સહિત રપ કોંગી કોર્પોરેટરો શહેરી-વિકાસ અગ્રસચિવ અને મુખ્યમંત્રીને રજૂઆતો માટે ગાંધીનગર પહોંચ્યા

રાજકોટ તા. ૭ : મેયર બીનાબેન આચાર્યએ જનરલ બોર્ડનાં નિયમોનો ભંગ કર્યાની વિપક્ષી નેતાએ સરકારમાં રજૂઆત કર્યા બાદ સરકારે આ બાબતે પગલા લેવા મ્યુ. કમિશનરને આદેશ કરવા છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. આથી આજે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા સહિત રપ કોંગી કોર્પોરેટરોએ આજે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગનાં અગ્ર સચિવને આવેદન પત્ર પાઠવી અને આ બાબતે મેયર વિરૂધ્ધ   ઘટતા પગલા લેવા અંગેનો અહેવાલ આપવા માંગ ઉઠાવી હતી. તેમજ આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ બપોરે ૩.૩૦ વાગ્યે રૂબરૂ રજૂઆત કરવા તજવીજ હાથ ધરી હતી.

વિપક્ષી નેતાએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખની અને નેતા વિરોધ પક્ષની આગેવાનીમાં કોંગ્રેસનાં રપ નગર સેવકો એ અગ્ર સચિવને રૂબરૂ મળી રાજકોટનાં મેયર વિરૂધ્ધ કાર્યવાહી માટે રજૂઆત કરેલ.

મેયર વિરૂધ્ધ કરેલી કાર્યવાહીની અમને જાણ કરવા માટે રાજકોટ મહાનગર પાલીકામાંથી જવાબ મળેલ નથી તો જલ્દીથી જવાબ મોકલવા માંગ છે.

આ રજૂઆત બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતનાં આગેવાનો મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે રજૂઆત કરનાર હતાં.

આ રજૂઆતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, મનપાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, ઉપનેતા મનસુખભાઇ કાલરીયા, કોર્પોરેટરો ગીતાબેન પુરબીયા, દિલીપભાઇ આસવાણી, રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઇ હરસોડા, ઉર્વશીબા જાડેજા, વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડિયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, મકબુલભાઇ દાઉદાણી, રસિલાબેન ગરૈયા, હારૂનભાઇ ડાકોરા,  વલ્લભભાઇ પરસાણા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, મીનાબેન જાદવ, નિર્મલભાઇ બુટાણી, કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ વગેરે જોડાયા હતાં.

(4:03 pm IST)