Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની મુલાકાતે શંકર ચૌધરી અને કે.સી. પટેલ

શિવ મંદિર, માનવ મંદિર, વડીલોના નિવાસ, ઓડીટોરીયમ વગેરે નિહાળી પ્રસન્નઃ 'વહાલુડીના વિવાહ' વિશે પણ જાણકારી મેળવી

રાજકોટઃ એશિયાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી બનાસ ડેરી (પાલનપુર)ના ચેરમેન અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી શંકર ચૌધરી તથા ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી. પટેલે ઢોલરા ગામ ખાતે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની મુલાકાત લીધેલ. સંસ્થાના ટ્રસ્ટી શ્રી મુકેશ દોશીએતથા અગ્રણી પ્રફુલ પરીખ, વિનુભાઇ મહતા, જગદીશ પાલીવાલ, હરેશભાઇ દવેએ બન્નેને અંતરના ઉમળકાથી આવકારેલ. બન્નેએ વડીલોના આશ્રય સ્થાન, શિવ મંદિર, માનવ મંદિર, બગીચો, ઓડીટોરીયમ વગેરે નિહાળી સંસ્થાના સંચાલકોની સેવા ભાવનાની પ્રશંસા કરેલ. શ્રી દોશીએ તેઓને ટ્રસ્ટ સંચાલિત 'વહાલુડીના વિવાહ' સમુહ લગ્ન પ્રસંગ અને અન્ય સેવાકીય પ્રવૃતિઓથી પણ વાકેફ કર્યા હતા.

(4:00 pm IST)