Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ફલેગ ઓફ યુનિટીઃ ર૩ હજાર કાગળો તૈયાર વિરાજબા-રાજકોટના લોકોની મહેનત રંગ લાવી

રાજકોટઃ કલેકટર કચેરીમાં વિશ્વ વિક્રમ સર્જતો ફલેગ ઓફ યુનિટી-ત્રીરંગો તૈયાર થઇ રહ્યો છે, રાજપીપળાના શ્રી વિરાજબા જાડેજાના માર્ગદર્શન હેઠળ કુલ ૪ર હજારમાંથી ર૩ હજાર કાગળો તૈયાર થઇ ગયા છે, રોજ ૧૦ કલાક આ વર્ક ચાલી રહ્યું છે, શહેરની અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ-નાગરીકો સંસ્થાઓ આમાં જોડાઇ રહી છે, દરરોજ એવરેજ ર૦૦થી ૩૦૦ લોકો આવી રહ્યા છે, અને તેમની મહેનત રંગ લાવી છે, તસ્વીરમાં તૈયાર થઇ રહેલો ફલેગ ઓફ યુનિટી-સ્કૂલના બાળકો-વિરાજબા જાડેજા નજરે પડે છે. (તસ્વીરઃ નીતિન પારેખ)

(3:53 pm IST)