Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

રાજકોટમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે જ

ગુર્જર પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ નેજા હેઠળ આ વખતે આયોજન : પૂ.વિજયબાપુ સહિતના સંતો - મહંતો આર્શીવચન પાઠવશે : જ્ઞાતિજનોનો પુરતો સહયોગ : ફોર્મ વિતરણ

રાજકોટ, તા. ૭ : ગુર્જર પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા આગામી તા.૧ માર્ચને રવિવારના રોજ ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે સમૂહલગ્નનું આયોજન કરાયુ છે. જેમાં સતાધારના મહંત પ.પૂ. વિજયબાપુ, પીપળીધામના મહંત બ્રહ્મનિષ્ઠ વાસુદેવ મહારાજ સહિતના સંતો - મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડનાર છે. પ.પૂ.વિજયબાપુ અને વાસુદેવ મહારાજની પાવન ઉપસ્થિતિમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાઇ રહ્યા છે.

સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છતા વર અને કન્યા પક્ષોએ સંયુકત નિયત અરજી ફોર્મ ભરી તા.૧ ફેબ્રુઆરી સુધીમાં આર્શીવાદ ઝેરોક્ષ, બેડીપરા શ્રમજીવી સોસાયટી, રામજી મંદિર ચોક રાજકોટ ખાતે જમા કરાવવા આયોજક કમીટી દ્વારા તાકીદ કરાયેલ છે.

સમૂહલગ્ન પ્રસંગે આયોજક કમીટી દ્વારા રાજકોટ ઉપરાંત રાજકોટની આજુબાજુના ગોંડલ, કોટડાસાંગાણી, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ધ્રોલ, આમરણ, ટંકારા, મોરબી, વાંકાનેર, સરધાર, જસદણ, થાન, ચોટીલા સહિતના તાલુકા અને તેમના ગ્રામ્ય વિસ્તારોના ૮૦૦૦ ગુર્જર પરીવારોને વિધિવત નિમંત્રણ પાઠવાશે. આ સમૂહલગ્નમાં અંદાજે ૨૦ હજારથી વધુ જ્ઞાતિજનો ઉપસ્થિત રહે તેવો સમિતિ દ્વારા આશાવાદ વ્યકત કરાયેલ છે.

સમૂહલગ્નમાં તમામ કન્યાઓને સમાજના દાતા પરીવાર તરફથી સેટી પલંગ, કબાટ, મામટ, ગાદલુ, મંગળસૂત્ર, સંપૂર્ણ કિચનકીટ સહિત ઘર વપરાશની ચીજવસ્તુઓ કરીયાવર સ્વરૂપે આપવામાં આવશે.

નામદાર ચેરીટી કમિશ્નરનો હુકમ હોવાથી ચાલુ વર્ષે જ્ઞાતિ ટ્રસ્ટના નેજા હેઠળ સમૂહલગ્ન મોકૂફ હોવાથી સમૂહલગ્નનું આયોજન સમિતિના નેજા હેઠળ યોજાનાર છે અને તેમાં જ્ઞાતિજનો તરફથી સહયોગ સાંપડી રહ્યો હોવાનું સમિતિના સદસ્યોએ જણાવેલ હતું.

તસ્વીરમાં જ્ઞાતિના આગેવાનો સર્વેશ્રી ગોવિંદભાઈ સરેરીયા, બળવંતભાઈ હળવદીયા, વિઠ્ઠલ લવજીભાઈ ગોરવાડીયા, જયંતભાઈ જેરામભાઈ, મનસુખભાઈ ગોરવાડીયા, વિનોદ કરશનભાઈ મોરવાડીયા, અશોક કે. ગોહેલ, આશીષ એન. ગોહેલ, નરેશભાઈ સી. ગોરવાડીયા, હેમંતભાઈ ભલસોડ, રોહિતભાઈ કે.જાગાણી, જેન્તીભાઈ આર., મહેન્દ્રભાઈ મછોયા, નીતીન ઘાટલીયા, મનસુખ એસ. તલસાણીયા, રમેશ સી. સોરઠીયા, લલીતકુમાર ભીખુભાઈ જાદવ, દિનેશ એ. ભલસોડ, ઈશ્વરભાઈ, ખીમજીભાઈ પોપટભાઇ ભલસોડ, શંભુભાઈ શિવભાઈ ચોટલીયા, સનાણી કિશોરભાઈ બચુભાઈ, દિપકભાઈ ચંદુભાઈ ગોરવાડીયા અને બળવંતભાઈ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:53 pm IST)