Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ક્રિસ્ટલ હાર્ડવેરના પ્રોપરાઇટર વિરૂધ્ધ ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા.૭: અત્રે કિસ્મત હાર્ડવેરના પ્રોપરાઇટર સામે કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ થતાં અદાલને આરોપીને સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના સુભાષનગર, શેરી નં.૧, કોઠારીયા રોડ, ઉપર રહેતા અને જય ગોપાલ  મેટલ્સના પ્રોપરાઇટર મયુરભાઇ રમેશભાઇ પોકરએ ધંધાકીય ઓળખાણ ધરાવતા અને કિસ્મત હાર્ડવેરના નામથી ધંધો કરતા અમરીશભાઇ બારોટ રહેઃ 'શ્રી હરી' સંસ્કાર સોસાયટી, શેરી નં.૯, કોઠારીયા ચોકડી, કોઠારીયા રોડ, રાજકોટના ને ઉછીના પેટે રોકડા રૂ.૧,૦૦,૦૦૦ અંકે રૂપિયા એક લાખ પુરા મદદ માટે આપેલા. જે રકમ પરત આપવા બાબતે આ કામના આરોપીએ તેમના ખાતા વાળી ઇન્ડસઇન્ડ બેંક, જીમખાના રોડ બ્રાંચ, રાજકોટના બે ચેક આપેલા હતા. જં બન્ને ચેક ફરીયાદીએ તેમની રાજકોટ પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લી. દેવપરા બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું બંન્ને ચેક અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ બંન્ને ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ રકમ ચુકવેલી નહી. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કિસ્મત હાર્ડવેરના પ્રોપરાઇટર શ્રી અમરીશભાઇ બારોટને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:51 pm IST)