Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

લીલા જીંજરા અને રસદાર શેરડીની ધૂમ આવક

 શિયાળાની ઠંડી શરૂ થતા જ આરોગ્યવર્ધક પોષ્ટીક એવા લીલા જીંજરા અને રસદાર શેરડીની મોટાપાયે આવક શરૂ થઇ ગઇ છે. રાજકોટની બજારોમાં કોઇપણ માર્ગ ઉપર નિકળો એટલે થોડાક થોડાક અંતરે જ જીંજરા અને શેરડીના થડા જોવા મળશે. આ વર્ષે સારો પાક ઉતર્યાનો સંતોષ વેપારીઓ વ્યકત કરી રહ્યા છે. વહેલી સવારમાં જ ઘરાકીની રાહમાં બેઠેલા જીંજરા અને શેરડીના વેપારીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:49 pm IST)