Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સિવીલ હોસ્પિટલમાં ૧ માસમાં ૧૦૦થી વધુ બાળકોના મોતઃ તટસ્થ તપાસ કરોઃ શીવસેનાનું કલેકટરને આવેદન

રાજકોટ તા. ૭: શિવસેના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક માસમાં ૧૦૦ થી વધુ મૃત્યુ પામેલા બાળકો અંગે તટસ્થ તપાસની માંગ કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧ માસમાં ૧૦૦ થી વધુ બાળકોના મૃત્યુથી ગંભીર ઘટનાથી આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. ત્યારે વર્ષ દરમિયાન અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે. જે અંગે આ સંકુલના જવાબદારો, આરોગ્ય તંત્ર, સહિતના લોકો જવાબદાર છે.  આ ઘટનામાં જવાબદારો સામે તુરત જ પગલા લેવા અને આ ગંભીર બેદરકારીનું પુનરાવર્તન ન થાય તે જોવા માંગણી છે.

આ બાબતે જાણવા મળ્યું કે જે પ્રિમેચ્યોર બાળકો કાચની પેટીમાં રાખવામાં આવે છે. એવા બાળકોને નર્સિંગ સ્ટાફની અછત હોવાથી તેની સંપૂર્ણ અને પૂરતી કાળજી ન રાખતા તેઓએ જીવ ગુમાવ્યા હોય તેવું કારણ બહાર આવ્યું છે. તેમ શિવસેના જણાવે છે.

આવેદન દેવામાં પ્રમુખ જીમ્મી અડવાણી અને અન્યો જોડાયા હતાં.

(3:43 pm IST)