Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કંપનીમાંથી લોન લઇને આપેલ ચેકરિટર્નના કેસમાં કોર્ટ દ્વારા આરોપીને ૧ વર્ષની સજા

રાજકોટ તા.૭: ચેક રીટર્નના કેસમાં રૂપીયા એક લાખ બાર હજાર અઠયાવીસ રૂપીયાનું વળતર તથા એક વર્ષની સાદી કેદની સજા એડી.ચીફ. જયુડીશીયલ. મેજિસ્ટ્રેટની કોર્ટે ફરમાવેલ છે.

અત્રેથી ડીલીગ બેનીફીશ્યલ ફાઇનાન્સ સર્વિસીઝ પ્રા.લી.ના આસી.બ્રાન્ચ મેનેજર રવિભાઇ દિનેશભાઇ અજુડીયાએ આરોપી મહેશભાઇ બાબુભાઇ વણપરીયા રહે રાજકોટ.આ જે શ્રી ડીલીંગ બેનીફીશ્યલ ફાઇનાન્સ સર્વિસઝ પ્રા.લી.ના ગ્રાહક છે આરોપીએ કંપની પાસેથી પર્સનલ લોન મેળવેલ હતી. આરોપી એ કંપનીની લોનની લેણી નીકળતી રકમ પેટે આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક રાજકોટનો ચેક રૂ.૧,૧૨,૦૨૮, તા.૯-૪-૨૦૧૮નો ચેક આપેલ હતો જે ફરીયાદીએ બેન્કમાં કલીયરીગમાં રજુ કરતા ''ફંડ ઇન સફીશ્યન્ટ''ના શેરા સાથે તા.૧૦-૪-૨૦૧૮ પરત ફરેલ હતો. આરોપીએ આપેલ ચેક પરત ફરતા ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી અભિષેક એન.શુકલ એ આરોપીને લિગલ નોટીસ મોકલેલ હતી.

સદરહુ કેઇસમાં આરોપી મહેશભાઇ બાબુભાઇ વણપરીયા સામે કરેલ ફરીયાદમાં ફરીયાદીનો પુરાવો લેવામાં આવેલ. ત્યારબાદ રાજકોટના એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે ફરીયાદીના એડવોકેટ શ્રી અભિષેક એન.શુકલની તમામ દલીલોને ધ્યાનમાં લઇ. તા.૦૩-૧-૨૦૨૦ના રોજ આખરી હુકમ કરી એવુ ઠરાવેલ કે આરોપી મહેશભાઇ બાબુભાઇ વણપરીયાએ ફરીયાદીની કાયદેસરની લેણી નિકળતી રકમ પેટે ચેક આપેલ અને આરોપી મહેશભાઇ બાબુભાઇ વણપરીયાને ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ-૨૫૫ (૨) અન્વયે ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવે છે તથા આરોપી મહેશભાઇ બાબુભાઇ વણપરીયાને ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ-૩૫૭(૩) અન્વયે ફરીયાદીને વળતર પેટે રૂ.૧,૧૨,૦૨૮ દિવસ ૬૦માં ચુકવી આપવા આરોપી દંડ ચુકવવામાં કસુર કરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ હતો.

ફરીયાદ શ્રી ડીલીંગ બેનીફીશ્યલ ફાઇનાન્સ સર્વિસીઝ પ્રા.લી.વતિ રાજકોટના એડવોકેટ શ્રી નલીનભાઇ કે.શુકલ, અભિષેક એન.શુકલ, ભરત ટી.ઉપાધ્ય, જય એન.શુકલ, ધર્મેશ કે.દવે, અજય કે.પરમાર, કિશન આર.મેવાડા રોકાયેલા હતા.

(3:42 pm IST)