Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કાલે રાજકોટમાં મહિલાઓનું મેગા સફાઇ અભિયાન

તમામ ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ બહોળી સંખ્યામાં બહેનો અભિયાનમાં જોડાઈ રેકોર્ડ નોંધાવશેઃ શહેરના બહેનોને સામેલ થવા મેયર બિનાબેન આચાર્ય તથા અંજલીબેન રૂપાણીની અપીલઃ અભિયાનને સફળ બનાવવા સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા

રાજકોટ, તા.૦૭: મહાનગરપાલિકા દ્વારા આવતી કાલે તા.૮ ના રોજ બુધવારે સવારે ૧૦ૅં૦૦ વાગ્યે સમગ્ર રાજકોટ શહેરને આવરી લેતું એક સદ્યન સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવશે. આ મેગા સફાઈ અભિયાનની ખાસ નોંધપાત્ર બાબત એ રહેશે કે તેમાં શહેરના માત્ર મહિલાઓ દ્વારા જ હાથ ધરવામાં આવનાર છે. આ આયોજન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ બહોળી સંખ્યામાં બહેનો અભિયાનમાં જોડાઈ રેકોર્ડ નોંધાવશે. જે તે વોર્ડની વોર્ડ ઓફીસની આજુબાજુના એરિયામાં યોજાનાર આ અભિયાનમાં સામેલ થવા માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય તથા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રી અંજલીબેન રૂપાણીએ શહેરના બહેનોને અપીલ કરી છે.

આ અભિયાનમાં રદ્યુવંશી મહિલા મંડળ, પી.ડી.યુ. મેડીકલ કોલેજ કેમ્પસ, દીક્ષિતબેન મહિલા મંડળ, સદગુરુ લોહાણા મહિલા મંડળ, પોલીસ મહિલા મંડળ, મોડલ સ્કુલ, સેવિકા મહિલા સમિતિ, રદ્યુવંશી સહિયર ગ્રુપ, બ્રમ્હ્રકુમારીઝ ગાયકવાડી સેન્ટર, ન્યુ જાગનાથ બ્રમ્હ્રકુમારીઝ સેન્ટર, લોહાણા મહિલા મંડળ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, મહિલા મોરચા, કરણપરા મહિલા મંડળ, પંચશીલ બ્રમ્હાકુમારીઝ સેન્ટર, ખોડલધામ, પતંજલિ યોગ સમિતિ, પદ્મકુંવરબા હોસ્પિટલ, ઝાલાવાડી મહિલા મંડળ, કેવડાવાડી અને બ્રમ્હાકુમારીઝ સેન્ટર, વિરાણી બહેરા મૂંગા સ્કુલ, મૈત્રી મહિલા મંડળ, પતંજલિ મહિલા ગ્રુપ, મહિલા મિલન કલબ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ, લાયન્સ કલબ, સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ, કણસાગરા મહિલા કોલેજ, આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમિયા સમાજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, કોર્પોરેશન સ્કુલ એન્ડ બોર્ડ, અવધપુરી બ્રમ્હાકુમારીઝ સેન્ટર, ભોજલરામ બ્રમ્હાકુમારીઝ સેન્ટર, લુહાર જ્ઞાતિ મહિલા મંડળ તેમજ બ્રમ્હાકુમારીઝ સેન્ટર ન્યુ ગોપવંદના કોઠારીયા સંસ્થાઓ ભાગ લેશે.

આ ઉપરાંત શહેરની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે રેલ્વે, કલેકટર ઓફીસ, બહુમાળી ભવન, પીજીવીસીએલ, પોલીસ કમિશનર કચેરી વિગેરેના મહિલા કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાઈ તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

૧૮ વોર્ડના ૫૪ સ્થળોએ હાથ ધરવામાં આવનાર આ અભિયાનમાં ભાગ લેનાર બહેનો સ્વચ્છતા સંકલ્પ પણ લેશે

માન. મેયર શ્રી બિનાબેન આચાર્યે એમ કહ્યું હતું કે, આપણા દ્યર સ્વચ્છ અને સુંદર રાખવામાં બહેનોની જ મુખ્ય ભૂમિકા હોય છે ત્યારે જો બહેનો ધારે તો સમગ્ર શહેર પણ સ્વચ્છ અને સુદ્યડ રાખવામાં અને તે માટેની જનજાગૃતિ કેળવવામાં પણ મહત્વનો ભાગ બજવી શકે એમ છે. થોડા સમય પૂર્વે જ દેશના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે, રાજકોટ શહેર સૌથી સ્વચ્છ શહેર બની નંબર વન કેમ ણા બની શકે? તેમની આ ટકોર બાદ રાજકોટ શહેરે સ્વચ્છતા ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ કરી છે અને અત્યારે આપણે દેશમાં બીજા ક્રમે પહોંચી ગયા છીએ ત્યારે હવે રાજકોટને નંબર વન બનવા આડે માત્ર એક જ કદમની દુરી છે.  આપણે એવું કહીએ છીએ અને સાંભળીએ પણ છીએ કે, જયાં સ્વચ્છતા ત્યાં લક્ષ્મી અને પ્રભુનો વાસ. રાજકોટમાં કાયમ માટે લક્ષ્મીજી અને પ્રભુનો વાસ બની રહે તે માટે સૌ બહેનો સમગ્ર રાજકોટ શહેરને વધુ ને વધુ જાગૃત કરે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે. મારૂ એવું સ્પષ્ટ માનવું છે કે, જો બહેનો એક વખત ધારે તો ધાર્યા પરિણામો હાંસલ કરીને જ ઝંપે છે. હવે રાજકોટ શહેરનો લક્ષ્યાંક દેશમાં નંબર વન બનવાનો છે અને બહેનો સમગ્ર રાજકોટને આ મેગા અભિયાનમાં જોડીને એ લક્ષ્યાંક હાંસલ કરશે એવી મને શ્રધ્ધા છે. તા,૮-૧-૨૦૨૦ના રોજ તમામ વોર્ડમાં સદ્યન સફાઈ અને લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં દરેક વોર્ડમાં ત્રણથી ચાર સ્થળે આ અભિયાન હેઠળ સ્વચ્છતા સંબંધી કામગીરી કરવામાં આવશે. બહેનો ચા-પાનની દુકાને જઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા આગ્રહ કરશે અને લોકોને સમજાવશે. તેમજ શહેરના જે તે વોર્ડના હોકર્સ ઝોન, મુખ્ય ચોક, રસ્તાઓ ન્યુસન્સ પોઈન્ટ વગેરેને આ મેગા સફાઈ અભિયાનમાં આવરી લેવામાં આવશે.

આ અભિયાનને સફળ બનાવવા સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા જેહમત ઉઠાવી રહ્યા છે.

(3:42 pm IST)