Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

રસાયણશાસ્ત્ર ભવનનાં છાત્રોને ''સ્પેકટ્રોસ્કોપી'' વિષયક ૫૦ કલાકની નિઃશુલ્ક તાલીમ

રાજકોટ : યુ.જી.સી. રેમેડિયલ કોચીંગ સેન્ટર, સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રસાયણશાસ્ત્ર ભવનમાં સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓની રોજગારી માટે ઉપયોગી કારર્કિદીલક્ષી ઉદ્યોગ અને સંશોધનમાં ઉપયોગી એન.એમ.આર. (ન્યૂકિલયર મેગ્નેટીક રેઝોનન્સ), એફ.ટી.આઇ.આર. સ્પેકટ્રોસ્કોપી, યુવી-વિઝીબલ સ્પેકટ્રોસ્કોપી, માસ સ્પેકટ્રોસ્કોપી વગેરે સોફેસ્ટીકેટ સંશોધન સાધનો કે જે મોટાભાગની કેમીકલ તથા ફોરેન્સીક લેબોરેટરીઓમાં પૃથ્થકરણ તથા સંશોધાત્મક પ્રયોગોનાં એનાલીસીસ માટે વપરાય છે તેનું જ્ઞાન એમ.એસ.સી કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતા છાત્રોને મળે તો ભવિષ્યમાં છાત્રોને રોજગારીની વિપુલ તકો ઝડપી શકાય તે ઉદ્ેશથી રસાયણશાસ્ત્ર ભવનનાં કાર્યકારી અધ્યક્ષ ડો. શિપ્રાબેન બાલુજાનાં માર્ગદર્શન હેઠળ ભવનનાં રેમેડિયલ કોચીંગનાં સંયોજક ડો. રંજનબેન ખૂંટ મારફત ૫૦ કલાકની પ્રોગોગીક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૭૭ જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવનાર છે. આ વર્ગમાં ઉદ્ઘાટન સત્રમાં કુલપતિ પ્રો. નિતીભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, રેમેડિયલ કોચીંગ સેન્ટર તથા સી.સી.ડી.સી નાં સંયોજક ડો. નિકેશભાઈ શાહ, પ્રો. શિપ્રાબેન બાલુજા, ડો. રંજનબેન ખૂંટ, ડો. મનિષભાઈ શાહ તથા ૩૦૦થી વધારે છાત્રો ઉપસ્થિત રહેલ હતા. નિઃશુલ્ક ૫૦ કલાકનાં વર્ગોની માહિતી આપતાં ભવનનાં કાર્યકારી અધ્યક્ષ પ્રો. બાલુજા એ જણાવેલ કે, કેમેસ્ટ્રી ભવનનું ૧૦૦% પ્લેસમેન્ટ થાય છે ત્યારે ભવનનાં છાત્રો સારા પેકેજ સાથે મલ્ટીનેશનલ ઉદ્યોગોમાં જોડાઈ શકે તે માટે સી.સી.ડી.સી. નાં સંયુકત પ્રયાસોથી છાત્રોને લેટેસ્ટ ટેકનોલોજી જેવી કે સ્પેકટ્રોસ્કોપીક મેથક એનાલીસીસની તાલીમ ડો. રંજનબેન ખૂંટના પ્રયાસોથી ગોઠવાયેલ છે જે અભિનંદનીય છે. સી.સી.ડી.સી. મારફત તાજેતરમાં જી.પી.એસ.સી. પોલીસ ઈન્સ્પેકટરના વર્ગો પણ તા.૧૦ જાન્યુઆરીથી શરૂ થઈ રહયા છે તેનો લાભ લેવા ટીમ સી.સી.ડી.સી. એ અનુરોધ કરેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી સુમિતભાઈ મહેતા અને આશિષભાઈ કીડીયાએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન રાહુલભાઈ જાડેજા એ અને આભાર વિધી ડો. રંજનબેન ખૂંટે કરેલ હતી.

(3:26 pm IST)