Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

આંગલધારા-અનાવલમાં પશુપાલકો માટે સેમીનાર

સહકાર ભારતી (દક્ષિણ ગુજરાત વિભાગ) દ્વારા આંગલધારા દુધ મંડળી અનાવલ, તા.મહુવા ખાતે 'પશુપાલકો દ્વારા ગ્રામીણ સમૃધ્ધિ' વિષય પર સેમીનારનું આયોજન કરાયુ હતુ. આ તકે 'હાથ વગુ વૈજ્ઞાનિક પશુપાલન માર્ગદર્શીકા' પુસ્તકનું વિમોચન ડો. વલ્લભભાઇ કથીરીયાના હસ્તે કરવામાં આવેલ. કામધેનું આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ ગામડાઓમાંથી જેમ દુધનું કલેકશન કરી જિલ્લા કક્ષાએ ડેરી ઉદ્યોગમાં પહોંચાવામાં આવે છે, તેમ ગૌમૂત્ર અને ગોબરનું પણ કલેકશન કરી જિલ્લા કક્ષાએ મોકલવા વ્યવસ્થા થવી જોઇએ. આ માટે ડેરીની બાજુમાં વિશાળ પ્લાન્ટ બનાવી ગૌમૂત્ર અને ગોબર એકત્ર કરવાની વ્યવસ્થા થાય તો ઉપયોગી બની રહેશે. સેમીનારમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયોતિન્દ્રભાઇ મહેતા, સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ સાંસદ માનસિંહભાઇ પટેલ, સુરત ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન નરેશભાઇ પટેલ, સહકાર ભારતીના જીતુભાઇ વ્યાસ, કાંતિભાઇ પટેલ, ગીતાબેન પટેલ (ડેરી સેલ, સહકાર ભારતી), વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઇ પટેલ, જયંતિભાઇ કેવટ (કન્વીનર, સહકાર ભારતી), ડો. પાંડે (પૂર્વ એમ.ડી. સુમુલ ડેરી) સહીતના અગ્રણીઓ અને સહકારી આગેવાનો, ડેરી ઉદ્યોગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(3:25 pm IST)