Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વિધાનસભા ૭૦-૭૧માં ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંગે ઘેર ઘેર લોકસંપર્ક

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એન ગૃહમંત્રી અમીતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો - ર૦૧૯ પસાર કરવામાં આવેલ છે. ત્યારે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, જનજાગૃતિ અભિયાન મહાનગરના ઇન્ચાર્જ જીતુ કોઠારી, માધવ દવે, રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ અભિયાન ચાલી રહયુ છે તે અંતર્ગત વિધાનસભા ૭૦માં વોર્ડ નં.૭માં સર્વેશ્વર ચોક, વોર્ડ નં.૮માં ટાગોરનગર, વોર્ડ ૯માં રવીરત્ન પાર્ક, વોર્ડ ૧૦માં પંચાયત નગર ચોક, વોર્ડ ૧૧માં બાલાજી હોલ, વોર્ડ ૧રમાં ઉમીયા ચોક, વોર્ડ ૧૩માં માયાણી ચોક, વોર્ડ ૧૪માં વાણીયાવાડી મેઇન રોડ, વોર્ડ ૧પમાં ચુનારાવાડ ચોક, વોર્ડ ૧૬માં સોરઠીયાવાડી ચોક, વોર્ડ ૧૭માં સહકાર રોડ, વોર્ડ ૧૮માં હરીદર્શન કોમ્પ્લેકસ, રણુજા મંદિર ખાતે લોકસંપર્ક અભિયાન યોજાયુ હતુ. આ ઘર ઘર સંપર્ક અભિયાનમાં ભાજપ અગ્રણીઓનેઅ અને કાર્યકર્તાઓ ઘર ઘર તેમજ મુખ્ય બજારોમાં સંપર્ક કરી નાગરિકતા સંશોધન કાયદા ર૦૧૯ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. આ તકે પ્રદશે ભાજપ નીતીન ભારદ્વાજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અને જનજાગૃતી અભિયાનના ઇન્ચાર્જ જીતુભાઇ કોઠારી, રાજુભાઇ બોરીચા, શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષ ભટ્ટ, દિવ્યરાજસિંહ ગોહીલ, જયોત્સનાબેન હળવદીયા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ  કાર્યાલય મંત્રી હરેશ જોષી, પુર્વ મેયર, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા, કોર્પોરેટર નીતીન રામાણી, અનીતાબેન ગોસ્વામી, કિરણબેન સોરઠીયા સહિતના ઉપસ્થ્તિ રહયા હતા. આ તકે આ સંપર્ક અભિયાનમાં સુરેન્દ્રસિંહ વાળા, પ્રદીપ ડવ, નિલેશ જલુ, જિજ્ઞેશ જોષી, રમેશ દોમડીયા, અનિલ લીંબડ, નીખીલ મહેતા, સંજય પીપળીયા, હરસુખ માકડીયા, સંજય બોરીચા, રસિકભાઇ કાવઠીયા, મનસુખભાઇ વેકરીયા, દશરથસિંહ જાડેજા, વિજય ટોળીયા, કેતન વાછાણી, ધીરૂભાઇ તળાવીયા, અનીષ જોષી, નરેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, જયંતીભાઇ નોંધણવદરા, યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, સંજયસિંહ રાણા, હીતેશ ઢોલરીયા, રવીભાઇ હમીરપરા, મયંક પાઉં, પ્રવિણભાઇ કાનાબાર, ગીરીશ પોપટ, ઉતમ જાની, નરેન્દ્ર મકવાણા, શૈલેષભાઇ હાપલીયા, હરીભાઇ રાતડીયા, મુકેશભાઇ મહેતા, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, કિશન ટીલવા, રમણીકભાઇ દેવળીયા, જય ગજજર, રાજુભાઇ ગોંડલીયા, કિરણબેન હરસોડા, કંચનબેન મારડીયા, પ્રભાબેન ઢોલરીયા, શોભનાબેન અકબરી, જયશ્રીબેન પરમાર, રીનાબેન ગરાડા, રમાબેન કલોલા સહિતના સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

(3:25 pm IST)