Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

અખિલ વિશ્વ સમસ્ત વાંઝા સમાજ-યુવક મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટ સંપન્ન

સ્વ. નેમિદાસભાઈ બાવાભાઈ ગોહેલની સ્મૃતિમાં થયું હતું આયોજન : સૌરાષ્ટ્ર-મુંબઈની ૧૬ ટીમ વચ્ચે અમરેલી ઈલેવન અને સુરતની સુપર સ્ટ્રાઈકર વચ્ચે ફાઈનલ જંગમાં અમરેલી ઈલેવન વિજેતાઃ મહાનુભાવો-દાતાઓના હસ્તે ટ્રોફી એનાયત

રાજકોટ ખાતે સતત બીજા વર્ષે અખિલ વિશ્વ વાંઝા દરજી સમાજ દ્વારા આયોજીત સ્વ.નેમીદાસભાઈ બાવાભાઈ ગોહેલ ટૂર્નામેન્ટ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર, મુંબઈ, સુરત સહિતની કુલ ૧૬ ટીમે ભાગ લીધો હતો. શનિ-રવિ બે દિવસીય રેલ્વે ગ્રાઉન્ડમાં યોજાયેલી ક્રિકેટ ટ્નામેન્ટની ફાઈનલમાં અમરેલી ખેલાડીઓ કે ખીલાડી ઈલેવન અને સુરતની સુપર સ્ટ્રાઈકર વચ્ચે ફાઈનલ મુકાબલો થયો હતો. જેમાં પ્રથમ બેટીંગ કરી અમરેલી ઈલેવને ૮૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં સુરતની સુપર સ્ટ્રાઈકર દશ ઓવરમાં ૭૮ રન કરતાં ભારે રસાકસી વચ્ચે અમરેલી ઈલેવન વિજેતા થઈ હતી. વિજેતા ટીમને દાતાઓ તરફથી રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે ટુર્નામેન્ટના મુખ્ય દાતા નિહારીકાબેન નેમિદાસભાઈ ગોહેલ, દાતાઓ ભરતભાઈ કામોઠી, જગદીશભાઈ કામોઠી, સુરેશભાઈ ચાવડા, અશોકભાઈ વાંઝા, પ્રભુદાસભાઈ ગઢીયા, ડો.મધુભાઈ ભરખડા (પ્રિમુખ વાંઝા જ્ઞાતિ અમરેલી), પ્રવિણભાઈ વાઢેર (પ્રમુખ વાંઝા જ્ઞાતિ માધવપુર), દક્ષાબેન તથા અશોકભાઈ ટી વાંઝા સહિતના જ્ઞાતિ આગેવાનોએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. આ ટ્ૂર્નામેન્ટને સફળ બનાવવા માટે અખિલ સમસ્ત વાંઝા સમાજ, રાજકોટ વાંઝા જ્ઞાતી હિતેચ્છુ મંડળ, યુવક મંડળ, તેમજ અખિલ સમસ્ત વાંઝા સમાજના મંત્રી લાલજીભાઈ ભરખડા, ખજાનચી જગદીશભાઈ ચુડાસમા, સહ ખજાનથી, સતિષભાઈ સિકોત્રા, હિતેચ્છુ મંડળના પ્રમુખ મિલાપભાઈ ચાવડા, પ્રદિપભાઈ ભૂંડીયા, પ્રતુલભાઈ ઘેરવડા, જીજ્ઞેશભાઈ ભુંડીયા મહિલા મંડળના પ્રમુખ માયાબેન ચ્ડાસમા, યુવક મંડળના પ્રમુખ ભરતભાઈ વઢવાણા, ક્રિકેટ અસો.ના પ્રમુખ કેતનભાઈ ધેરવડા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર ટુર્નામેન્ટનો લાઈવ સ્કોર સ્પે.એપ્લીકેશન દ્વારા દેશ-વિદેશમાં વસતાં વાંઝા સમાજના લોકોએ નિહાળ્યો હતો.

(3:24 pm IST)