Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઘરવિહોણા લોકોની વ્હારે મનપાઃ લાભાર્થીઓને રન બસેરા,ભિક્ષુક ગૃહમાં મોકલ્યા

રાજકોટઃ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અન્વયે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને દ્યરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી નાયબ કમિશનરશ્રી સી. કે નંદાણી તથા આસિસ્ટન્ટ કમિશનરશ્રી એચ. આર પટેલનાં માર્ગદર્શન મુજબ પ્રોજેકટ શાખાના આસિસ્ટન્ટ મેનેજર, સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરઓ, એન.યુ.એલ.એમ. મેનેજરઓ, તથા એન.યુ.એલ.એમ. સમાજ સંગઠકો દ્વારા તા.૦૬નાં રોજ રાત્રીનાં ૧૦:૦૦ થી ૦૧:૩૦ વાગ્યા દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૩૧ જેટલા લાભાર્થીઓને રેન બસેરા અને ભિક્ષુક ગૃહમાં આશ્રય આપવામાં આવેલ. આ ડ્રાઈવમાં સમાજ સુરક્ષા વિભાગ, રાજકોટ સીટી પોલીસ તથા રાજકોટ મહાનગરપાલિકાની વિજીલન્સ શાખા, ફાયર બ્રિગેડ તથા રેન બસેરાનું સંચાલન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સયુંકત મેગા નાઈટ ડ્રાઈવ યોજવામાં આવી. જેમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે રેસકોર્ષ રીંગ રોડ, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, શાસ્ત્રી મેદાન, ત્રિકોણબાગ, રેલ્વે સ્ટેશનને આવરી લેવામાં આવેલ તથા ૨૦ લાભાર્થીઓને શાળા નંબર ૧૦ ડોર્મીટરી ખાતે સ્થળાંતર કરવામાં આવેલ, તથા ૧૧ ભિક્ષુકોને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ચાલતા ભિક્ષુક ગૃહમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા જયારે અન્ય કુલ ૫૪ લાભાર્થીઓને વિવિધ આશ્રય સ્થાન વિશેની માહિતી આપવામાં આવી.

(3:24 pm IST)