Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સબંધો વાવીને સોળ આની ઉગાડયાઃ ભંડેરી જાહેર જીવનમાં ખંતીલા ખેડૂત સાબિત

માસ્તરનું મેનેજમેન્ટ મહાસ્તરનું: ગુજરાતીમાં 'ગણિત' સમજાવી દીધુ

- પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે  આપ્યો શુભેચ્છાની સુગંધ સાથેનો ગુલદસ્તો....

- ગૃહસંસાર સુખી રહે એવી ગૃહમંત્રી પ્રદીપસિંહની શુભકામના...

- કે.સી. કી શુભકામના ઐસી...: ગુજરાત ભાજપના મહામંત્રી કે.સી. પટેલે અંતરના ઉમળકાથી નવયુગલને શુભકામના પાઠવી હતી.

- ખાખી વર્દીધારી અધિકારીઓની કંકુવર્ણી શુભકામનાઃ ધનસુખ ભંડેરીની દીકરી અને જમાઈને રેન્જ આઈ.જી.પી. સંદીપકુમાર, રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને શ્રીમતી માલીનીબેન તથા સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે શુભેચ્છાથી ભીંજવ્યા હતા.

- શુભેચ્છાનો પુરવઠો ઠાલવતા નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા

- શ્રેષ્ઠીઓથી શોભાઃ ડો. વલ્લભભાઈ કથીરિયા, વસુબેન ત્રિવેદી, રાજુ ધ્રુવ વગેરે અંતરના ઉમળકાથી અવસરના સાક્ષી બન્યા હતા.

- ચેરમેનની ખુરશી પર બેઠેલાઓની ખડે પગે શુભેચ્છા...

- પાવરફુલ પાટીદારોઃ મોહનભાઈ કુંડારિયા, ગોરધનભાઈ ઝડફિયા અને નરેશ પટેલ સાથે બ્રહ્મઅગ્રણી એડવોકેટ અભય ભારદ્વાજ ભંડેરીના પરિવારના મોંઘેરા મહેમાન..

- યુવા સનદી અધિકારીઓ ભંડેરીના આંગણેઃ રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં અલગ અલગ નગરપાલિકા વિભાગીય કમિશનર તરીકે ફરજ બજાવતા આઈ.એ.એસ. કેડરના અધિકારીઓ બી.સી. પટણી, સ્તૃતિ ચારણ, યોગેશ નીરગુડે, અમિત યાદવ, મનીષકુમાર વગેરેની તસ્વીરી ઝલક.

- સબ રસમો સે બડી હૈ જગમે દિલ સે દિલ કી સગાઇ, સબ કો બધાઇ હો બધાઇઃ ચિ. દેવશ્રી અને ચિ. નિરવકુમાર શુભલગ્ન પ્રસંગે નવદંપતિ સાથે બન્ને વેવાઇના પરિવારો કૈલાશબેન, ધનસુખ ભંડેરી, જયશ્રીબેન અને જયંતીભાઇ વસોયા, ગીતાબેન વસોયા, નરેશભાઇ વસોયા, રોહન ભંડેરી, હેમાલી ભંડેરી, ચાર્મી, બંસલ વગેરેની યાદગાર તસ્વીર. 

- વાહ ભંડેરી વાહઃ અગાઉ રાજકોટના સંયુકત પોલીસ કમિશનર તરીકે રહી ચૂકેલા આઈ.પી.એસ. કેડરના અધિકારી કે.એલ.એન. રાવ અને શ્રીમતી ઈન્દુબેને પણ પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરેલ. તસ્વીરમાં તેમની સાથે જ્યોતિન્દ્ર મહેતા, નલીનભાઈ વસા અને ઉદય કાનગડ ઉપસ્થિત છે.

રાજકોટઃ. ભાજપના જૂના અને જાણીતા અગ્રણી ધનસુખ ભંડેરીએ દીકરીના લગ્ન પ્રસંગે પ્રશંસનીય વ્યવસ્થાની સાથે સબંધોના શકિત દર્શન કરાવ્યા હતા. પ્રસંગ માંગલિક હતો પણ સાર્વજનિક જીવનની દ્રષ્ટિએ તેનુ અવલોકન અવગણી શકાય તેમ નથી.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રાજકોટમાં કોઈના લગ્ન પ્રસંગે એક કલાકથી વધુ સમય રોકાયા હોય તેવો કદાચ પ્રથમ જ પ્રસંગ હતો. ભાજપ સરકારના પ્રધાનો, સંગઠનના ટોચના હોદેદારો, ઉચ્ચ અધિકારીઓ, સંઘ પરિવાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, બોર્ડ-નિગમના ચેરમેનો, સૌરાષ્ટ્ર અને બહારના ધારાસભ્યો સાંસદો, મિત્રો વગેરેને ભંડેરીએ યાદ કરીને આમંત્રણ આપેલ. કાર્ડ-કંકોત્રી મોકલ્યા પછી આગ્રહના ફોન કરેલ. આમંત્રણ માત્ર ઔપચારિક નહિ આત્મીયતાથી હતુ તેવો તેમણે અહેસાસ કરાવેલ. લગભગ તમામ આમંત્રિતો બે દિવસના પ્રસંગમાં અનુકુળતા મુજબ આવેલા. નિમંત્રણ, સ્વાગત, પાર્કિંગ, ભોજન, વિદાય વગેરે દ્રષ્ટિએ માસ્તરનું મેનેજમેન્ટ વખાણવા લાયક હતું. જાહેર જીવનમાં તેમણે વાવેલુ સોળ આની ઉગી નિકળ્યુ છે.

(12:22 pm IST)