Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

બેના રે સાસરીએ જાતા જો જે પાંપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય...

ધનસુખ ભંડેરીની લાડકવાયીના લગ્નમાં લખાયો હસી-ખુશીનો ઇતિહાસ

 

- આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણા નેહ, અકિલા પરિવાર તરફથી વરસ્યા શુભેચ્છાના મેહઃ શ્રીમતી કૈલાસબેન અને શ્રી ધનસુખ ભંડેરીની લાડકવાયીના લગ્ન પ્રસંગે હાસ્યરસના કાર્યક્રમના દિવસે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ હાજરી આપી નવયુગલને શુભાષિસ આપેલ તે રૂડા પ્રસંગની રૂડી તસ્વીર.

- રૂપાલા-વાઘાણી જેવા ઉંચા, એવી ઉંચી શુભેચ્છાઃ પરસોતમ રૂપાલા, જીતુ વાઘાણી, બાબુભાઈ બોખીરિયા, હકુભા જાડેજા, કમલેશ મિરાણી વગેરેએ વરસાવી હૃદયની શુભકામના...

- સંઘાણીની વાણી, શુભેચ્છા લાવી તાણી :  પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણી સાથે કાંતિલાલ સોરઠિયા, ભરત દોશી, ડો. અમિત હપાણી, ડો. એમ.વી.વેકરિયા

- આપા ગીગા સૌને સુખી રાખેઃ  આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ, રા.લો. સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા, ભાજપના અગ્રણીઓ પરસોતમ સાવલિયા, કિશોર પરમાર, મહેશ મહેતા વગેરેએ નવદંપતિ અને ભંડેરી પરિવારને રૂડી શુભેચ્છા પાઠવી હતી.

- આપણી ટોળી ઝીંદાબાદઃ પ્રેમ એ પોસ્ટકાર્ડ છે. જીવન વીઝીંટીંગ કાર્ડ છે. પત્ની મેમરી કાર્ડ છે. પતિ એટીએમ કાર્ડ છે. ગર્લફ્રેન્ડ ડેબીટ કાર્ડ છે. સંતાન આઇકાર્ડ છે. પણ સાચા મિત્રો 'આધારકાર્ડ' છે તે બધેજ કામ લાગે. આ રમુજી વોટસઅપ મેસેજ મુજબ ધનસુખ ભંડેરી મિત્રતાની બાબતમાં માલેતુજાર છે. તેમના સેંકડો મિત્રો પૈકી નિયમિત મળતા અંગત મિત્રોનું (ગેટ યુ ગેધર ગ્રુપ) અલગ વર્તુળ છે. આ વર્તુળે લગ્ન પ્રસંગમાં સજોડે હાજરી આપેલ. શ્રી ભંડેરીની આ ટીમમાં રમેશ રૂપાપરા, ભીખુભાઇ વિરાણી, ચંદુભાઇ વિરાણી, કનુભાઇ અકબરી, શૈલેષ હીરપરા, મનોજ માલાણી, ધનસુખ નંદાણી, પીયૂષ મહેતા, નરેન્દ્રસિંહ જાડેજા, અનિલ દેસાઇ, કમલેશ શાહ, કેતન પટેલ, રસિક ગોંડલિયા, ધ્રૃવિક પટેલ, ગુણુભાઇ ભાદાણી, વિજય અમલાણી વગેરેનો સમાવેશ થાય છે.

- કૃષ્ણમણિ મહારાજ (પ્રણામી સંપ્રદાય) અને વ્રજેશકુમાર મહોદયના આશીર્વાદ અપરંપાર

- છુ કર મેરે મન કો કિયા તૂને કયા ઈશારા, બદલા યે મૌસમ, લગે પ્યારા જગ સારા, તૂં હી મેરા જીવન, તૂં હી જીને કા સહારા..

- વિજયભાઇ તમે મારા ભાઇ,  કલ્યાણ કરજો તમારા ભાઇનું : મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી લગ્ન પ્રસંગમાં આવતા શ્રીમતી કૈલાશબેન ભંડેરીએ તેમને આવકારી ખુશીથી વાતચીત કરેલ. બાજુમાં ભંડેરી બેઠા છે. કૈલાશબેને શું કહ્યું તે ખબર નથી પણ ભંડેરી જાણે ર૦રર માટે વિજયભાઇ તરફથી કોઇ વચન મળી ગયું હોય તેવા ખુશખુશાલ દેખાય છે. સમય સે પહેલે ઔર ભાગ્ય સે અધિક કભી કીસીકો કુંછ નહિ મિલતા.

- રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની શુભેચ્છાના ખખડતા મધુર ધ્વનિ

- બાવળિયાએ ખીલવ્યા શુભેચ્છાના ફુલડાઃ રાજકોટઃ લગ્નોત્સવમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ભંડેરી દંપતિ સાથે...

 

(12:19 pm IST)