Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

બાબુલ કી દુઆએ લેતી જા, જા તુઝકો સુખી સંસાર મિલે, મૈકે કી કભી યાદ ન આયે, સસુરાલમેં ઇતના પ્યાર મિલે...

ભંડેરી પરિવારના લગ્નોત્સવમાં મહાનુભાવોનો દરિયો, શુભેચ્છાના મોજા

સંતો-મહંતો, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સાંસદો, ધારાસભ્યો, ચેરમેનો, ઉચ્ચ અધિકારી સહિત સર્વક્ષેત્રીય બહોળી હાજરી : શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્માની પ્રોત્સાહક હાજરી તમે આજે માંડવિયા, અમે કાયમ માંડવિયા.. ધનસુખભાઈને શુભેચ્છા પાઠવતા મનસુખભાઈ મહત્વના ભીખુભાઈ દલસાણિયાની મહત્વની શુભેચ્છા...

રાજકોટ : ભાજપના પ્રથમ હરોળના અગ્રણી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરી અને શ્રીમતી કૈલાશબેનની સૂપૂત્રી ચિ. દેવશ્રીના શુભ લગ્ન રાજકોટ નિવાસી શ્રી જયંતીભાઇ માધાભાઇ વસોયા અને શ્રીમતી ગીતાબેનના સૂપૂત્ર ચિ. નિરવકુમાર સાથે તા. ૩૧ ડીસેમ્બરે ધામધૂમથી યોજાયા. તા. ર૯ મીએ સાંઇરામ દવેનો હસાયરો, તા. ૩૦ મીએ દાંડિયા  રાસ અને ૩૧ મીએ લગ્નોત્સવ યોજાયેલ ૩ દિવસના આ જાજરમાન પ્રસંગમાં સમાજના તમામ વર્ગના લોકોએ હાજરી આપેલ. મહાનુભાવોનો મેળાવડો જામેલ અને શુભેચ્છાના મોજા ઉછળ્યા હતાં. નિમંત્રિતોએ ભંડેરી પરિવારની યાદગાર મહેમાનગતિ માણી હતી.

આ શુભ લગ્ન પ્રસંગે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેન રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને શ્રીમતિ સુલોચનાબેન પટેલ,  કૃષિમંત્રી શ્રી આર.સી. ફળદુ, નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, રાજ્ય કક્ષાના મંત્રીઓ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, સમાજ કલ્યાણ મંત્રી વાસણભાઈ આહિર, નાગરિક પુરવઠા મંત્રી હકુભા જાડેજા, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, રાજ્યસભાના સભ્ય શંભુપ્રસાદ ટુંડીયા, લોકસભાના સભ્યો દિપસિંહ રાઠોડ, ડો. મહેન્દ્ર મુંજપરા, મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, પૂનમબેન માડમ, નારણભાઈ કાછડિયા, દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા અને કે.સી. પટેલ, રાજ્યના પૂર્વ પ્રધાનો દિલીપ સંઘાણી, શંકર ચૌધરી, ગોરધન ઝડફીયા, વસુબેન ત્રિવેદી, ચીમનભાઈ સાપરિયા, બાબુભાઈ બોખીરિયા, કિરણસિંહ રાણા, રાઘવજી પટેલ, બિમલ શાહ, વલ્લભભાઈ કાકડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત બોર્ડ નિગમના અધ્યક્ષો સર્વશ્રી નાગરિક પુરવઠા નિગમના રાજેશ પાઠક, ઘેંટા ઉન વિકાસ નિગમના ભવાન ભરવાડ, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના મુળુભાઈ બેરા, હાઉસીંગ બોર્ડના મહેન્દ્રસિંહ સરવૈયા, બાળ અધિકાર આયોગના જાગૃતિબેન પંડયા, રાજ્ય મહિલા આયોગના લીલાબેન આંકોલીયા, બીજ નિગમના રાજશીભાઈ જોટવા, બીનઅનામત આયોગના હંસરાજભાઈ ગજેરા, બીનઅનામત વર્ગ નિગમના બાબુભાઈ ઘોડાસરા, આર્થિક પછાત વર્ગ વિકાસ નિગમના નરેન્દ્રબાપુ સોલંકી, સરદાર પટેલ જળસંચય અભિયાનના ભરત બોઘરા, ગ્રિમકોના મેઘજીભાઈ કણઝારીયા, વકફ બોર્ડના સજ્જાદ હીરા, સંગીત નાટય અકાદમીના પંકજ ભટ્ટ, કેન્દ્રીય કામધેનુ આયોગના ડો. વલ્લભભાઈ કથીરિયા, સફાઈ કામદાર આયોગના મનહરભાઈ ઝાલા તેમજ વિવિધ મહાનગરોના મેયરો બીનાબેન આચાર્ય-રાજકોટ, હસમુખ જેઠવા-જામનગર, મનહર મોરી-ભાવનગર, ધીરૂભાઈ ગોહેલ-જૂનાગઢ, પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણી મહારાજ, વ્રજેશકુમાર મહોદય, ખોડલધામના નરેશભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, સુરતના મહેશભાઈ વસાણી, વિવિધ ક્ષેત્રના આગેવાનો અભય ભારદ્વાજ, નિરંજનભાઈ શાહ, નીતિન ઢાંકેચા, મૌલેશ પટેલ, જ્યોતિન્દ્ર મહેતા, નલીનભાઈ વસા, કૌશિક શુકલ, હસુભાઈ દવે, કિશોર મુંગલપરા, મુકેશ મલકાન, નરેન્દ્રભાઈ દવે, ગુણુભાઈ ડેલાવાળા, હર્ષદગીરી ગૌસ્વામી, મહેશ કશવાલા, મયંક નાયક, પરેશ પટેલ, ઋત્વીજ પટેલ, આઈ.એ.એસ. કેડરના અધિકારીઓ શ્રીમતી અંજુ શર્મા, મહેન્દ્ર એસ. પટેલ, બી.સી. પટ્ટણી, સ્તુતિ ચારણ, યોગેશ નીરગુડે, અમિત યાદવ, ડો. મનિષકુમાર, આઈ.જી.પી. ડો. કે.એલ.એન. રાવ, રેન્જ આઈ.જી. સંદીપસિંઘ, રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીના, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડી.ડી.ઓ. અનિલ રાણાવાસીયા, માર્ગ-મકાન વિભાગના સચિવ એસ.બી. વસાવા ઉપસ્થિત રહેલ. રાજકોટ શહેર જિલ્લા અને સૌરાષ્ટ્રના અગ્રણીઓ સર્વશ્રી નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, કિરીટ પટેલ, ડી.કે. સખિયા, રઘુભાઈ ગડારા, ઝવેરીભાઈ ઠકરાર, હસમુખ હિંડોચા, ચંદ્રેશ પટેલ, કાળુભાઈ ચાવડા, દિલીપ પટેલ, સુરેશ ગોધાણી, સનત મોદી, કૌશિક વેકરીયા, પુનીત શર્મા, અશોક મોઢા, બાબુભાઈ જેબલીયા, અશ્વિન સાવલીયા, જશુબેન કોરાટ, અમીબેન પરીખ, જ્યોતિબેન વાછાણી, લાલજીભાઈ સાવલિયા, મુકેશ દોશી, ઉમેશ રાજ્યગુરૂ, ગોવિંંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ભાનુબેન બાબરિયા, ગાયત્રીબા વાઘેલા, અશોક ડાંગર, જીતુ ભટ્ટ, મહેન્દ્ર પાડલિયા, કેતન મારવાડી, જીતુભાઈ ચંદારાણા, મુકેશભાઈ શેઠ, હિતેશભાઈ બગડાઈ, ખોડીદાસ પટેલ, રમેશ ટીલાળા, માંધાતાસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી (કચ્છ) દિલીપભાઈ પટેલ (આણંદ), વગેરેએ હાજર રહી શુભકામના પાઠવેલ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી, કુલનાયક ડો. વિજય દેશાણી, પૂર્વ કુલપતિઓ કમલેશ જોશીપુરા, મહેન્દ્ર પાડલીયા અને પ્રતાપસિંહ ચૌહાણ, ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદ પટેલ, પૂર્વ કુલનાયક કલ્પક ત્રિવેદી, ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા, જાહેર જીવનના અગ્રણીઓ રમેશ રૂપાપરા, ભીખુભાઈ વિરાણી, ચંદુભાઈ વિરાણી, અનિલ દેસાઈ, અમુભાઈ શિયાણી, નરેન્દ્રસિંહ જાડેજા (જીવન બેન્ક), પીયુષ મહેતા, વિક્રમ ઓડેદરા, અશ્વિન મોલીયા, ઉદય કાનગડ, દલસુખ જાગાણી, રાજુ ધ્રુવ, કશ્યપ શુકલ, ભીખાભાઈ વસોયા, ડી.કે. વાડોદરિયા, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, જીતુ કોઠારી, દિનેશ કુંભાણી, મગનભાઈ રામાણી વગેરે ઉપસ્થિત રહ્યા  હતા. યુ.એસ.એ.થી વિપુલ પટેલ, ભાવિક સોજીત્રા, દિનેશ ભંડેરી, ઋષભ રૂપાણી, પારૂલબેન દિક્ષીતભાઈ શાહ વગેરેએ પણ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. શહેર ભાજપના આગેવાનોએ અને કોર્પોરેટરો વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા.

સરકારના સુકાનીઓ વિજયભાઇ અને નીતિનભાઇએ સજોડે ઉડાડયા આનંદના અબીલ ગુલાલ

ધનસુખ ભંડેરીની દીકરીના લગ્ન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે સજોડે એક કલાકથી વધુ સમય હાજરી આપી નવદંપતિ પર શુભકામનાના અબીલ ગુલાલના રંગે રંગ્યા હતાં. ભંડેરી પરિવારે બન્ને મહાનુભાવોનંુ ભાવભીનું સ્વાગત કરેલ. તુમ્હારા સાથ હૈ ઇતના પ્યારા તો હમે કયા કમી, હર તરહસે મિલ રહી રોશની...

સ્નેહની ધરી, શંકર ચૌધરી

રાજકોટઃ બનાસ ડેરીના ચેરમેન, પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી શંકર ચૌધરી અને પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલે સ્વર્ણિમ શુભકામના પાઠવેલ.

કુર્યાત સદા મંગલમ્

ગૃહાસ્થાશ્રમની આખી આયુષ્યયાત્રામાં કન્યા વિદાયનો પ્રસંગ અનેરો છે. આ કરૂણ મંગલ પ્રસંગને ડો. ધનસુખ ભંડેરી પરિવારે આદર્શ રીતે નિભાવેલ. દીકરી દેવર્ષિના લગ્ન નિમિતે કન્યાદાનની વિધિમાં શ્રી ભંડેરી અને શ્રીમતી કૈલાશબેન, લઘુબંધુ હરેશભાઈ અને શ્રીમતી કોકિલાબેન તથા સુપુત્ર શ્રી રોહન અને પુત્રવધુ હેમાલીએ શાસ્ત્રોકતવિધિમાં ભાગ લીધો હતો.

ચાડિયા ગામ ગમે,  ગામના 'ચાડિયા' ન ગમે

ભંડેરી વતનને  ન ભૂલ્યા, ચાડિયામાં ધૂમાડાબંધ જમણ

રાજકોટ : ડો. ધનસુખ ભંડેરીએ લગ્નોત્સવમાં પોતાના વતન અમરેલી પાસેના ચાડિયા ગામને પણ યાદ કરેલ. તા. ૩૧ મીએ લગ્નોત્સવના બીજા દિવસે તા. ૧ જાન્યુઆરીએ સાંજે ચાડિયામાં ગામ સમસ્ત માટે રાજકોટના કેટરર્સને લઇ જઇને જમણવાર યોજવામાં આવ્યો હતો.

સુપર મિલન

ધનસુખ ભંડેરી અને રોહન ભંડેરી દંપતિ સાથે શ્રીમતી વંદનાબેન અને શ્રી નીતિન ભારદ્વાજ. શહેર ભાજપમાં સર્વથી વડી, જૂની અને જાણીતી જોડી...

મૈં ફલદુ શુભકામના દુ...

કેબીનેટ કૃષિમંત્રી આર.સી. ફળદુના ગુલદસ્તામાં અંતરના આશીર્વાદ

ધીકતાના..ધીકતાના... હર તરહ ખુશીઓ કા ખજાના

કેટરીંગ, મંડપ, રોશની અદ્ભૂતઃ સમગ્ર પ્રસંગ કેમેરામાં કંડારાયો

ઈવેન્ટા સેલીબ્રેશન પાર્ટીપ્લોટ રજવાડીનગરીમાં ફેરવાયો

રાજકોટઃ ભંડેરી પરિવારના આંગણે યોજાયેલ લગ્નોત્સવમાં એક એકથી ચડીયાતી સુવિધા હતી. રાજુ પટેલ સંચાલિત આકાશ કેટરર્સે સ્વાદની ઉંચી ઉડાનનો પરિચય કરાવેલ. આરતી મંડપવાળા હિતેષ પટેલ અને પરેશ પટેલે લગ્ન મંડપ સહિત સમગ્ર પાર્ટીપ્લોટમાં અદ્ભૂત સજાવટ કરેલ. સાંઈરામ દવેએ હાસ્યની જમાવટ કરેલ. અતુલ દોશીના ગ્રુપે સુમધુર સંગીત પીરસેલ. જગદીશ વોરાના પાયલ લાઈટીંગ ગ્રુપે રંગબેરંગી રોશનીનો ઝળહળાટ કર્યો હતો. જગદીશભાઈ શીંગાળાના શીંગાળા સાઉન્ડે સોનામાં સુગંધ ભેળવી હતી. હાટકેશ ફોટોવાળા દેવર્શી પાઠકની ટીમે બધા દિવસના કાર્યક્રમો ફોટો અને વિડીયો કેમેરામાં કંડાર્યા હતા. વોલેટ પાર્કીંગમાં અજયભાઈ અને શ્રી ભંડેરીના મિત્ર વર્તુળની વ્યવસ્થા પ્રશંસનીય બનેલ. મવડી વિસ્તારના મુકેશ તોગડિયા, રમેશ સોરઠીયા અને નીતિન સોરઠીયા સંચાલીત ઈવેન્ટા સેલીબ્રેશન પાર્ટી પ્લોટ ખાતેનો આ પ્રસંગ યાદગાર બની રહ્યો હતો.

સીમથી સંસદ અને રાજકોટથી રાજધાની સુધીના સબંધો

નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, કેશુભાઈ  પટેલ, વજુભાઈ વાળાએ પાઠવી શુભેચ્છા

રાજકોટઃ સબંધોનું વ્યાપક વર્તુળ ધરાવતા ડો. ધનસુખ ભંડેરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાને નેહ નીતરતુ નિમંત્રણ મોકલેલ. ચારેયએ શુભેચ્છા સંદેશ મોકલ્યા હતા.

(12:18 pm IST)