Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

રાજબેંકની સિધ્ધિઃ ૪૦ વર્ષમાં પહેલીવાર રૂ.૬૦ કરોડનો નવ માસિક નફો

ગ્રાહકોના વિશ્વાસ અને કુંનેહભર્યા સંચાલનથી રાજબેંકની ઉતરોતર પ્રગતિ : બેન્કનું નવ માસનું સરવૈયું આપતા સી.ઈ.ઓ.સત્યપ્રકાશ ખોખરાઃ રૂ. ૩૮૩૧ કરોડનો બિઝનેસઃ માલીકીના ભંડોળો રૂ.૪૮૩ કરોડ ડીપોઝીટ રૂ.૨૩૦૮ કરોડઃ ધિરાણ રૂ.૧૫૨૩ કરોડ રોકાણ રૂ.૧૧ ૬૧ કરોડ

રાજકોટઃ તા.૭, સહકારી ક્ષેત્રે ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનીને દર વર્ષે શ્રેષ્ઠ પરિણામો આપતી અને રાજબેકના નામે ઓળખાતી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.એ નવ માસિક પરિણામો શ્રેષ્ઠ રહ્યા છે. તાજેતરમાં મળેલી બોર્ડ ઓફ ડાયરેકટરની બેઠકમાં બેન્કના સી.ઈ.ઓ. સત્યપ્રકાશ ખોખરાએ સરવૈયું રજૂ કર્યું હતું. રાજબેંકે ૪૦ વર્ષમાં પ્રથમ વખત રૂ.૩૮૩૧ કરોડના બિઝનેસમાં આવકવેરા અને જોગવાઈઓ પહેલાનો નવમાસીક નફો રૂ.૬ ૦ કરોડ થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

 બેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાના જણાવ્યા પ્રમાણે રાજબેંકએ કોઈ વ્યકિત આધારીત નહીં પરંતુ સિસ્ટમ આધારીત બેંક છે અને આ બેંકની સફળતાનો મુખ્ય શ્રેય બેંકના ૩ લાખ કરતા વધુ ડીપોઝીટરો, ૮ ૦ હજાર જેટલા સભાસદો, ૭ હજાર જેટલા રેગ્યુલર ધિરાણદારોનો બેક પરત્વેનો અતૂટ વિશ્વાસ, બોર્ડ ઓફ ડીરેકટર્સની બેંક તેમજ સમાજ પ્રત્યેની નિઃસ્વાર્થ સામાજીક ઉત્ત્।રદાયિત્વની ભાવના અને સાથોસાથ ૨૫૯ સાથી કર્મચારીઓના પ્રયાસોને આભારી હોવાનું યાદીમાં જણાવાયું છે.

 શેર કેપીટલના મહત્વને રાજબેંકના મેનેજમેન્ટે ખુબ જ કાળજીપુર્વક ધ્યાને લઈ ભવિષ્યમાં પણ જયારે શેર મુડી વધારવાને લગતા કોઈપણ નવા નિયમો સહકારી બેંકો માટે લાગુ પડે અથવા તો ભવિષ્યમાં બેંકનું એન.પી.એ.નું પ્રમાણ ખુબ જ વધી જાય તો તેને પહોચી વળવા માટે રાજબેંકની શેર મુડી આજની તારીખે પણ સક્ષમ છે. રાજબેંકની માલીકીની મુડી ૨૪ ટકા કરતાં વધુ છે. જેમાં રૂ.૧૩૬ કરોડની શેર મુડીનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા ૮૧. માસમાં રાજબેંકની શેર મુડીમાં રૂ.૮૬ કરોડ કરતાં વધુ રકમનો જંગી વધારો થયેલ છે.

બેકનાં શેર હોલ્ડરોને કાયદા અને પેટા નિયમની મર્યાદાને ધ્યાનમાં રાખી બેંક છેલ્લા ૩૭ વર્ષથી બેક દ્વારા નફાકારકતા તેમજ કાયદાની મર્યાદાને ધ્યાને રાખીને નિયમોનુસારનું ડીવીડન્ડ ચુકવે છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ૮૧ માસમાં બેંક દ્વારા રૂ.૯૪ કરોડ કરતા વધુનું ડીવીડન્ડ જે તે વર્ષના નફામાંથી ચુકવી આપેલ છે.

 રાજબેંકે અત્યાર સુધી છેલ્લા ૨૨ વર્ષમાં રૂ.૧૦૦ના ૧ શેર સામે રૂ.૩૨૭ ડીવીડન્ડ સ્વરૂપે તેમજ બેકની પડતર કિંમતની ગણતરીને ધ્યાને લેતાં રૂ.૫૮૪૮ની કિંમતની સભાસદ ભેટ મળી કુલ રૂ.૧ ૦૦ના રોકાણ સામે કુલ રૂ.૬૧૭૫ શેર હોલ્ડરોને ડીવીડન્ડ તેમજ ભેટ સ્વરૂપે ચુકવી આપેલ છે.

બેંકે છેલ્લા ૧૯ વર્ષ અને ૯ માસમાં બેંકની કાર્યદક્ષ ટીમ દ્રારા રૂ.૫૯૪ કરોડ કરતા વધુ રકમનો નફો કરેલ છે. જે પરત્વે રૂ.૧૪૮ કરોડ રૂપિયાનો ઈન્કમટેકસ પણ ચુકવેલ છે અને બાકી રહેતી રકમનું યોગ્ય આયોજન થકી યોગ્ય રોકાણ માધ્યમ દ્વારા બેક દર વર્ષે રૂ.૨૫ કરોડ જેટલી વ્યાજની આવક કરી રહેલ છે અને આ આવકમાંથી બેંકના તમામ સ્ટાફનો પગાર ખર્ચ તેમજ અમુક રકમનો વહીવટી ખર્ચનો બોજો પણ હળવો કરી બેકની સધ્ધરતામાં ઉતરોતર વધારો કરેલ છે.

 વર્ષ ૨૦૦૧ની સાલમાં બેંકની કુલ ડીપોઝીટ રૂ.૧૫૩ કરોડની હતી જે ડીપોઝીટ છેલ્લા ૧૯ વર્ષ અને ૯ માસના સમયગાળા દરમ્યાન રૂ.૨૧૫૫ કરોડ કરતા વધુ રકમના જંગી વધારા સાથે ડીપોઝીટ રૂ.૨૩૦૮ કરોડનોલક્ષયાંક હાસલ કરેલ છે. બેંકની સીએએસએ ડીપોઝીટનું પ્રમાણ એવરેજ ૩૮ ટકાકરતા વધુ સીએએસએ ડીપોઝીટ જાળવી રાખવામાં બેંક સફળ થયેલ છે.

૪૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બજારની પરિસ્થિતિ અને લોન લેનાર ગ્રાહકોના તેમના ધંધામાં તેમની ઉદ્યરાણીમાં થયેલ વિલંબને કારણે, ધંધાકીય મંદી, નોટબંધીની પાછોતરી અસર, જીએસટીની ગૂંચવણના કારણે તેમજ રીયલ એસ્ટેટ માર્કેટની વર્તમાન પરિસ્થિતિને લીધે રાજબેંકમાં પણ નવા ખાતાઓ એનપીએ થયેલ છે અને નવા તેમજ જુના એનપીએ ખાતાઓની કુલ રકમ રૂ.૮ ૦ કરોડ સામે બેંકે આશરે રૂ.૧૨૫ કરોડ કરતા વધુ રકમની મિલકતો ગીરો લીધેલ છે.

બેકમાં એક કર્મચારી દીઠ એવરેજ પગાર ખર્ચ રૂ.૮ લાખ કરતા વધુ છે જયારે એક કર્મચારી દીઠ નફો રૂ.૩૦ લાખ કરતા વધારે છે જે સમગ્ર સહકારી બેકીંગ ક્ષેત્રમાં ઉત્ત્।મ માપદડં ગણી શકાય. સાથોસાથ એક કર્મચારી દીઠ કુલ બીઝનેસ રૂ.૧૪ કરોડ કરતા વધુ છે જે સમગ્ર બેકીંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પેકી રાજબેંકના કર્મચારીની ઉચ્ચત્ત્।મ કાર્યક્ષમતા દર્શાવે છે. બેંકની કાર્યદક્ષ કર્મચારીઓની ટીમ દ્વારા છેલ્લા ૧૯ વર્ષમાં રૂ.૧૬૧ કરોડના પગારના ખર્ચની સામે વ્યાજ સિવાયની રૂ.૧૪૯ કરોડની આવક બેકને કમાવી આપેલ છે.

નાણાકીય વર્ષમાં મોબાઈલ બેકીંગ, ઈન્ટરનેટ બેકીંગ, વોટસએપ બેકીંગની સુવિધા આપવાનું આયોજન ટેકનોલોજી ક્ષેત્રે ટેકનોલોજીના નિષ્ણાત વ્યકિતઓની મદદથી બેંકને ટેકનોસેવી બનાવવા માટેનું આયોજન વિચારેલ છે. બેંક દ્વારા બેઝીક સેવિંગ્ઝ ખાતાઓ દ્વારા નાના માણસોને બેકીંગની સુવિધા આપવાનું આયોજન વિચારેલ છે. રૂ.૨૫ લાખ સુધીની લોન જીએસટીના રીર્ટનને ધ્યાનમાં લઈ સરળ ધિરાણ યોજના દ્વારા ૪૮ કલાકમાં ધિરાણનું ચુકવણું કરવાનું આયોજન અમલમાં મુકવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં થયેલા એનપીએ તેમજ જુના એનપીએના તમામ ખાતાઓમાં રીકવરી દ્વારા એનપીએ ખાતા ઘટાડવા માટેનું આયોજન તા.૩૧.૦૩.૨૦૨૦ સુધીમાં કરેલ છે અને બેંકને ફરીથી ઝીરો નેટ એનપીએનું સ્ટેટસ મેળવવા માટેનો એક એકશન પ્લાન પણ તેયાર કરેલ છે.

રાજબેંકના ફાઉન્ડર ચેરમેન રમણીકભાઈ ધામી, ફાઉન્ડર વાઈસ ચેરમેન રમણીકભાઈ સેજપાલ, ફાઉન્ડર ડાયરેકટરો મનુભાઈ નસીત, પોપટભાઈ પટેલ, મનહરલાલ શાહ, જમનાદાસ ફળદુ, ગોવિંદભાઈ ખુંટ, કિરીટભાઈ કામદાર, ચંદુભાઈ પાંભર, રસિકભાઈ દવે, પ્રવિણભાઈ દવે, પ્રવિણભાઈ કામદાર, પ્રમોદભાઈ કલ્યાણી, ભાણજીભાઈ પટેલ, ભુતપુર્વ ડાયરેકટર શિરીષભાઈ ધ્રુવ, ધીરૂભાઈ ધાબલીયા, ગોપાલભાઈ કારીયા, દિનેશભાઈ ડેડાણીયા, વલ્લભદાસ હિરાણી, અરૂણાબા ચુડાસમા, દિવાળીબેન ઘરસંડીયા, લીલાબેન ધામી, કંમલનયન સોજીત્રા, બકુલભાઈ ઝાલાવડીયા, બીપીનભાઈ શાહ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ (ભુતપુર્વ વાઈસ ચેરમેન રાજબેક) તેમજ બેકનાં ભુતપુર્વ ચેરમેન મધુસુદનભાઈ દોંગા, ભુતપુર્વ વાઈસ ચેરમેન જગજીવનભાઈ સખીયા, રમેશભાઈ ટીલારા, ભુતપુર્વ મેનેજીંગ ડીરેકટરો, ભુતપુર્વ સ્ટાફ મેમ્બર્સ, પ્રવર્તમાન ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રવર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સ નિલેશભાઈ ધ્રુવ, મુળજીભાઈ ચૌહાણ, જગદીશચંદ્ર કોટડીયા, સચિન સચદે, નિમીત કામદાર, હરીન્દ્ર દોંગા, પ્રાગજીભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, મીનાક્ષીબેન ધામી, કિરણબેન સેજપાલ, આમત્રીત સભ્ય હર્ષદભાઈ માલાણી, રાજેન્દ્રભાઈ રાવલ, એડવાઈઝર કેતનભાઈ મારવાડીના માર્ગદર્શન તથા પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ, પ્રોફેશ્નલ મેનેજમેન્ટ તથા રાજબેંકના કર્મચારી પરિવારના ૨૫૮ કર્મચારીઓની ટીમવર્કના ફાળે જાય છે તેવું રાજબેંકના જનરલ મેનેજર અને સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(11:39 am IST)