Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

રાજકોટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવકઃ ભાવો ઘટયા

રાજકોટઃ. બેડી યાર્ડ ખાતે ડુંગળીની હરરાજી શરૂ કરાતા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે બેડી યાર્ડમાં આવક શરૂ કરાતા ૬૦૦૦ કટ્ટાની ડુંગળીની આવકો થઈ હતી. ડુંગળી ૧ મણના ભાવ ૪૫૦ થી ૮૫૦ રૂ. સુધી બોલાયા હતા. રાજકોટ યાર્ડમાં ડુંગળી ૧ મણના ૨૧૦૦ રૂ.ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. ડુંગળીની આવકો વધતા ભાવો દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. આગામી દિવસોમાં પણ ભાવો ઘટે તેવી શકયતા છે. નવા બેડી યાર્ડ ખાતે ડુંગળીની હરરાજી શરૂ કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે. નવા યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના રોકડા નાણા મળી રહ્યા હોય ખેડૂતોએ વેપારીઓ અને કમિશન એસોસીએશનનો આભાર વ્યકત કર્યો હતો તેમ કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યુ હતું.તસ્વીરમાં ડુંગળીની હરરાજીની પ્રક્રિયા અને બીજી તસ્વીરમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ તે દ્રશ્યમાન થાય છે.

(3:44 pm IST)