Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મકર સંક્રાંતિની મસ્ત મસ્ત તૈયારી : પતંગ અને ફીરકા તૈયાર : ટોપી - ચશ્મા સહીતની સામગ્રીઓ બજારોમાં ગોઠવાઇ

રાજકોટ : મકર સંક્રાંતિનું પર્વ નજીક આવતા જ પતંગ અને દોરાની બજારોમાં નવુ જોમ આવી ગયુ છે. દોરા પાવાનું કાર્ય તેમજ ફીરકા તૈયાર કરવાનું કાર્ય ધમધોકાર શરૂ થયુ છે તો બજારોમાં પતંગની અવનવી વેરાઇટીનું આગમન થઇ ચુકયુ છે. અમદાવાદ, સુરત, કાનપુર સહીતના શહેરોમાંથી પતંગ અને દોરાનો માલ રાજકોટમાં આવી ચુકયો છે. જો કે આ વખતે વેપારીઓ નિરાશ છે. હજુ સુધી જોઇએ તેવી ઘરાકી નિકળી ન હોવાનો અફસોસ વ્યકત કરી રહ્યા છે. આ માટે મોંઘવારી અને મંદી કારણરૂપ માની શકાય. પતંગ, દોરાની સાથે ટોપી-ચશ્મા જેવી સાઇડ આઇટમો પણ બજારોમાં ઢગલા મોઢે ગોઠવાઇ ગઇ છે. બસ ઘરાકીની રાહ જોવાઇ રહી છે. તસ્વીરમાં પાકા દોરાના ફીરકા તૈયાર થતા તેમજ પતંગ અને ટોપી ચશ્મા સહીતની સામગ્રીથી ભરચકક દુકાનો નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:47 pm IST)