Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

એસઓજીએ કુવાડવામાંથી યુ.પી.ના માધવ શાહુને પિસ્તોલ અને કાર્ટીસ સાથે દબોચ્યો

વેંચવા માટે વતનમાંથી અન્ય શખ્સ સાથે મળીને લાવ્યાનું રટણઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૭: શહેર એસઓજીએ વધુ એક ગેરકાયદે હથીયાર શોધી કાઢ્યું છે. મુળ ઉત્તરપ્રદેશના અને હાલ કુવાડવા રહેતાં શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ સાથે પકડી લેવાયો છે. પીએસઆઇ એચ. એમ. રાણા ટીમ સાથે ગેરકાયદે હથીયારોની હેરાફેરી કરતાં શખ્સોને શોધી કાઢવાની કામગીરીમાં હતાં ત્યારે સાથેના હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી તથા નિર્મળસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી કુવાડવામાં જીઆઇડીસી સપ્તરૂષી આશ્રમ રોડ પર રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ યુપીના દહેરાઇ જીલ્લાના અકોના તાલુકાના ગટોરૂ ગામના વતની માધવ હમીરભાઇ મંડલ (શાહુ) (ઉ.૨૦)ને રૂ. ૧૦ હજારની દેશી પિસ્તોલ તથા રૂ. ૨૦૦ના બે જીવતા કાર્ટીસ સાથે પકડી લેવાયો હતો.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં માધવે પોતે આ હથીયાર અને કાર્ટીસ યુપીના જ એક શખ્સ સાથે મળીને વેંચવા માટે લાવ્યો હોવાનું રટણ કરતાં આ અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. એમ. રાણા, પીએસઆઇ ઓ.પી. સિસોદીયા, આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, ગિરીરાજસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, નિર્મળસિંહ ઝાલા, મેહુલભાઇ ગઢવી, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ, બ્રીજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, કૃષ્ણસિંહ ઝાલા, ધમભા પરમાર, રણછોડભાઇ, ફિરોઝભાઇ, જીતુભા, વિજેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી થઇ હતી.

(4:28 pm IST)