Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગ્રીન એવન્યુ સોસા.માં ખાટલા બેઠક યોજાઈ

રાજકોટઃ અત્રેના સૌરાષ્ટ્ર યુનિ.પાસે આવેલ ગ્રીન એવન્યુ સોસા.ખાતે ભાજપ દ્વારા ખાટલા બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રીન એવન્યુ, પશિલ પાર્ક, નિલ્સ બંગલો, સંજય વાટીકા તેમજ કેમ્પસના અગ્રણીઓ ઉપસ્થિત રહી સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં બુથ વાલી તરીકે ધર્મેન્દ્રભાઈ ભગત, હર્ષવર્ધનસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, કમલેશભાઈ ઢોલા, મીહિર પટેલ, ઉમેદભાઈ ખાચર, વિજય વસાણી (આટકોટ), યોગેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ ઓઝા, રસીકભાઈ પટેલ, ભરતસિંહ પરમાર, વનરાજસિંહ ઝાલા, પ્રવિણ કમાણી, સુધીરભાઈ રૂપારેલીયા, જયભાઈ પટેલ, જયદિપભાઈ મોદી, ડો.વિશાલભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં તાજેતરમાં જ કેન્દ્ર સરકારના સહયોગથી રાજકોટને ફાળવવામાં આવેલ એમ્સ હોસ્પિટલથી મુખ્યમંત્રી વિજયભાઈ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.(૩૦.૭)

(4:25 pm IST)