Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગુજરાત બાર કાઉન્સીલની નવી વેલ્ફેર સ્કીમના વિરોધમાં બાર.એસો.ની મીટીંગ યોજાઇઃ જુની સ્ક્રીમ ચાલુ રાખવા માંગર્ણી

લેઇટ-ફી અને દંડની જોગવાઇ રદ કરી વકીલોના હિતમાં ફેર વિચારણા કરવા માંગણી

રાજકોટ, તા., ૭: ગુજરાત બાર. કાઉન્સીલ દ્વારા નવી વેલ્ફેર સ્કીમ જાહેર કરીને તેમાં તોતીંગ ફી વધારો જાહેર કરતા તેમાં તોતીંગ ફી વધારો જાહેર કરતા તેના વિરોધમાં આજે રાજકોટ બાર. એસો.ની કારોબારીની મીટીંગ મળી હતી. જેમાં નવી વેલ્ફેર સ્કીમને રદ કરી જુની સ્કીમ ચાલુ રાખવા અને તેમજ દંડ-લેઇટ ફીની જોગવાઇને પણ રદ કરવા બાબતે ચર્ચા થયાં બાદ ઠરાવ કરવામાં આવ્યો હતો.

આજ રોજ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીના પ્રમુખસ્થાને મીટીંગ મળી હતી. જેમાં નીચે મુજબનો ઠરાવ પસાર કરાો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નવી વેલફેર સ્કીમ સંબંધે રાજકોટના ૪૦૦ થી વધુ વકીલશ્રીઓએ તારીખ ૪-૧-ર૦૧૯ના રોજ રાજકોટ બાર એસોસીએશનને અરજી કરેલ જેમાં નીચેના મુદાઓની માંગણી કરેલ હતી.

રાજકોટના તમામ વેલફેર સ્કીમ સંબંધે રાજકોટના ૪૦૦ થી વધુ વકીલશ્રીઓએ તારીખ ૪-૧-ર૦૧૯ના રોજ રાજકોટ બાર એસોસીએશનને અરજી કરેલ જેમાં નીચેના મુદાઓની માંગણી કરેલ હતી.

રાજકોટના તમામ વેલફેરના સભ્યો કે જે વર્ષોથી વેલફેર કસમીના સભ્યો છે અને વર્ષોથી વેલફેર રીન્યુઅલ ફી ભરતા આવી રહયા છે તેઓની માથે નવી વેલફેર સ્કીમ મુજબ દર વર્ષે રૂ. રપ૦૦ જેવી માતબર રકમનો ખુબ જ મોટો આર્થીક બોજો આવી પડેલ તેમ હોય તેઓની માંગણી મુજબ જુની વેલફેર સ્કીમ જ ચાલુ રાખવી. જુની વેલફેર સ્કીમ મુજબ દર પ વર્ષે  રૂ. ૧૦૦૦ રીન્યુઅલ ફી વસુલવામાં આવતી તે રકમ જ ચાલુ રાખવી.

ગત તા.૩૧-૧-ર૦૧૯ પછી નવા ઠરાવ મુજબ રૂ. રપ૦ અને રૂ. પ૦૦ લેઇટ ફી અને પેનલ્ટીની જોગવાઇ કરવામાં આવેલ છે તે સંપુર્ણપણે રદ કરવી કારણ કે કોઇ વકીલ પ્રસંગોપાત અથવા આકસ્મીક કારણોસર સમયસર વેલફેર ફી ભરી ન શકે તો આવા એડવોકેટો પણ આપણા પરીવારના જ સભ્યો હોય તેમના હિતની જાળવણી કરી આપણી પ્રાથમીક ફરજ છે.

આ સ્કીમમાં જે એડવોકેટો વેલફેર ફંડના સભ્યો હોય કે જેઓએ વર્ષોથી વેલફેર રીન્યુઅલ ફી ભરતા હોય અને જેની સમય મર્યાદા નિયમ મુજબ ચાલુ હોય તો તેવા એડવોકેટશ્રીઓને નવી સ્કીમ મુજબ તેની જમા રકમની રાહત આપવી જોઇએ અથવા તો નિયમત મુજબબ ચાલુ હોય તો તે એડવોકેટશ્રીઓને નવી સ્કીમ મુજબ તેમની જમા રકમની રાહત આપવી જોઇએ અથવા તો નિયમ મુજબ તેમની જમા રહેતી ફી રીફંડ આપવી જોઇએ. અને નવી સ્કીમમાં ફેર વિચારણા કરવા માંગણી કરેલ છે.

ઉપરોકત તમામ બાબતોને ધ્યાને લઇ વિશાળ વકીલોના હીતમાં યોગ્ય કરવાની અમારી લાગણી અને માંગણી છે. આ ઠરાવને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોશી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટેઝરરઅમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ તથા કારોબારી સભ્ય સર્વે નીશાંતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇપારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોંગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડાએ સમર્થન આપેલ છે.

(4:24 pm IST)