Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

બુધવારે રેસકોર્ષમાં દેશ-વિદેશનાં રંગબેરંગી પતંગો ચગશેઃ પતંગોત્સવની તડામાર તૈયારીઓ

રાજકોટ તા. ૭ :.. આગામી તા. ૯ ને બુધવારે શહેરનાં રેસકોર્ષનાં મેદાનમાં આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાનાર છે.

મ્યુ. કોર્પોરેશન અને રાજયનાં પ્રવાસન નિગમમાં સંયુકત ઉપક્રમે યોજાનાર આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશનાં રપ થી વધુ પતંગબાજો રંગબેરંગી અને અવનવી ડીઝાઇનનાં પતંગોનો પેચ લડાવશે.

આ પતંગ મહોત્સવ રેસકોર્ષમાં ફનવર્લ્ડ  પાછળ આવેલા મેદાનમાં બુધવારે સવારે યોજાશે. જેમાં જાપાન, જર્મની, થાઇલેન્ડ, કોરિયા, સહિતનાં દેશોમાં રપ થી વધુ પતંગબાજો ભાગ લેશે તેમજ દેશનાં વિવિધ રાજયોનાં અને રાજકોટનાં પતંગવીરો પણ પતંગ ઉડાડશે. હાલમાં આ માટે તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. (પ-૩ર)

 

(4:19 pm IST)