Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મોદીજી આગળ વધો તમામ જ્ઞાતિ વર્ગ તમને વધાવી રહ્યો છે : ચમન ખખ્ખર

ગરીબ, મધ્યમ અને ઉજળીયાત બધાનો સર્વાંગી વિકાસ

રાજકોટ તા. ૭ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તમામ વર્ગને ધ્યાનમાં રાખીને વિકાસકામોની હારમાળા સર્જવામાં આવી રહી છે તે જોતા ૨૦૧૯ ની ચુંટણીમાં પણ ભાજપનો જ દબદબો રહેશે. તેમ વાલ્મીકી ઋષી સમાજ ટ્રસ્ટના પ્રમુખ ચમનભાઇ ખખ્ખરે હરખ વ્યકત કરતા જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે ભારત સરકારે   ૧.૩૫ કરોડની પ્રજાને ધ્યાને લઇ ગરીબ, મધ્યમ, ઉજળીયાત વર્ગ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આજ સુધી લોકોને જે લાભ નહોતા મળ્યા તે મળતા થયા છે. રાજધાની એકસપ્રેસ, મેટ્રો ટ્રેન, ફાસ્ટ ટ્રેન, રાજકોટમાં રાષ્ટ્રીયકક્ષાનું એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ વગેરે સુવિધાઓ ઉડીને આંખે ગળગે તેવી છે. ગરીબોને ઝુપડાના સ્થાને પાકા મકાનો મળી રહ્યા છે.

તે જોતા આવનારી ૨૦૧૯ ની ચુંટણીમાં તમામ જ્ઞાતિ અને વર્ગના લોકો મોદીજીને વધાવી લેશે. તેમ ચમનભાઇ ખખ્ખર (મો.૯૬૦૧૫ ૦૩૦૩૯) એ જણાવેલ છે. (૧૬.૫)

(4:18 pm IST)