Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સામાકાંઠાની ૨૧ વર્ષની યુવતીને ભગાડી જવાઈઃ લેખીત ફરીયાદ

કિરીટભાઈ પીઠડીયાએ મૂળ અમદાવાદના હિમાંશુ ઉર્ફે લાલો તથા ચિન્ટુ સાપરીયા વિરૂદ્ધ અરજી કરી

રાજકોટ, તા. ૭ :. સંત કબીર રોડ પર કનકનગર શેરી નં. ૬ માં રહેતા કિરીટભાઈ જમનભાઈ પીઠડીયા (ઉ.વ. ૫૨) એ પોતાની ૨૧ વર્ષની પુત્રીને બે શખ્સો અપહરણ કરી ગયાની પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી છે.

મળતી વિગત મુજબ યુવતીના પિતા કિરીટભાઈ પીઠડીયાએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યુ છે કે, તા. ૨૯-૧૨ના રોજ પુત્રી ભુમીને લલચાવી - ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાનો યુવતીના પિતાએ અમદાવાદનો હિમાંશુ ઉર્ફે લાલો અમૃતભાઈ કડીયા અને પાડોશી ચિન્ટુ ઉર્ફે રાકેશ હકાભાઈ સાપરીયા સામે આક્ષેપ કર્યો છે.(૨-૧૭)

(4:18 pm IST)