Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

દારૂ અને બીયરના ગુનામાં ફરાર નીખીલ અને અતુલ ઉર્ફે બાડો પકડાયા

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવી તથા પીએસઆઇ કે. કે. જાડેજા, સિધ્ધરાજસિંહ, રાજેશભાઇ બાળા, ડાયાભાઇ, વિરેદવસિંહ, ઇન્દ્રજીતસિંહ રઘુવીરસિંહ, સિધ્ધરાજસિંહ જાડેજા તથા વિજયભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ડાયાભાઇ, વિરદેવસિંહ અને ઇન્દ્રજીતસિંહને મળેલી બાતમીના આધારે દારૂ અને બીયરના ગુનામાં નાસતા ફરતા નિખીલ મહેશભાઇ કોટેચા (ઉ.૩૧) (રહે. વિરાણી ચોક રામદૂત સોસાયટી શેરી નં. ૩) અને અતુલ ઉર્ફે બાડો નરશીભાઇ પરમાર (ઉ.ર૮) (રહે. ગવલીવાડ શેરી નં. ૬) ને પકડી લીધા હતાં. (પ-૩૧)

(4:15 pm IST)