Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ધાસચારો રોડ ઉપર વેડફવાને બદલે ગૌશાળાઓને આપોઃ ગોવર્ધન ગૌશાળા

રાજકોટઃ તા.૭, શહેરની ભાગોળે કાલાવડ રોડ ન્યારી ડેમ જવાના રોડ પાસે આવેલ ગોર્વધન ગોૈશાળામાં ૭૨૫ નાના મોટા અબોલ જીવો નિવાસી કરે છે. જેમાં અંધ, લુલી, લંગડી અશકત ગાયો વાછડી વાછડાનો સમાવેશ થાય છે. તેના નિભાવ માટે દરરોજ લિલુ સુકુ નિરણ તેમજ ખોળ ગોળના આહાર આપવામાં આવે છે.

મકરસંક્રાંત નિમિતે જાહેર રસ્તા પર એકજ દિવસમાં જરૂરીયાતથી વધારે નાખવામાં આવતા લિલા ઘાસનો બગાડ થતો હોય છે. જે ધ્યાનમાં લઈ જે તે ગૌ શાળાની સ્વસ્છતા પણ જળવાશે અને લિલાનો બગાડ થતો અટકશે. શ્રી ગોર્વધન ગૌ, શાળામાં અનુદાન આપવા ગૌશાળાના પ્રમુખ જગદિશભાઈ હરીયાણી, મંત્રી જેરામભાઈ વાડોલિયા, ઉ.પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, સુનિલભાઈ મહેતા, નવનિતભાઈ ગજેરા, મેહુલ ભગત અને તરૂણભાઈ નડીયાપરાની યાદીમાં જણાવાયું છે.

આ અંગે વધુ માહિતી માટે જગદીશભાઈ મો.૯૩૭૭૧ ૨૭૮૩૦ અથવા જેરામભાઈ મો.૯૮૨૪૨ ૨૪૭૯૭નો સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૧૫)

 

(4:12 pm IST)